ટેક્સટાઈલ મંત્રાલય ભારતીય શરીરના માપને આધારે એક રાષ્ટ્રીય એપેરલ સાઈઝીંગ ફ્રેમવર્ક શરૂ કરી રહ્યું છે. આનાથી ઓનલાઈન ખરીદીમાં રિટર્ન ઘટશે અને કાર્યક્ષમતા વધશે. આ પહેલ રિટેલ સેક્ટરને ટેકો આપશે, જે FY30 સુધીમાં ₹16 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.
ભારતીય શરીરમાપ માટે નવું સાઈઝીંગ ફ્રેમવર્ક
કેન્દ્ર સરકારની ટેક્સટાઈલ મંત્રાલય ભારતીય વસ્ત્રો ઉદ્યોગ માટે એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યું છે. મંત્રાલય ભારતીય લોકોના શરીરના માપને ધ્યાનમાં રાખીને એક રાષ્ટ્રીય એપેરલ સાઈઝીંગ ફ્રેમવર્ક (National Apparel Sizing Framework) તૈયાર કરી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં વપરાતા આંતરરાષ્ટ્રીય સાઈઝ ચાર્ટને બદલીને ભારતીયો માટે એક યુનિફાઈડ (Unified) અને સ્થાનિક માપ પદ્ધતિ લાવવાનો છે. આનાથી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર ગ્રાહકો માટે ખરીદી સરળ બનશે.
