ભારતીય સ્પેસટેક સ્ટાર્ટઅપ TakeMe2Space એ વર્ષ 2028ના અંતમાં SpaceX Falcon 9 દ્વારા બે ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મિશનનો હેતુ સ્પેસમાં જ રિયલ-ટાઇમ ડેટા પ્રોસેસિંગ ટેસ્ટ કરવાનો છે.
ભારતીય સ્પેસટેક સ્ટાર્ટઅપ TakeMe2Space હવે અવકાશમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કંપની 2028 ના અંત સુધીમાં SpaceX Falcon 9 રોકેટની મદદથી બે અત્યાધુનિક સેટેલાઇટ લોન્ચ કરશે. આ સેટેલાઇટ પરંપરાગત રીતે ગ્રાઉન્ડ સ્ટેશન પર ડેટા મોકલવાને બદલે સીધા સ્પેસમાં જ ડેટા પ્રોસેસિંગ કરશે.
ટેકનોલોજી અને ક્ષમતા
દરેક 100-kg ના સેટેલાઇટમાં Nvidia Thor GPUs અને 100 ટેરાબાઇટ ની સ્ટોરેજ ક્ષમતા હશે. આ ટેકનોલોજી દ્વારા કૃષિ અને દરિયાઈ ક્ષેત્રના ડેટાનું ઝડપથી વિશ્લેષણ કરવામાં આવશે. કંપની પોતાની 'OrbitLab' પ્લેટફોર્મ દ્વારા આ પ્રયોગ કરી રહી છે, જેમાં બે સેટેલાઇટ વચ્ચે ઓપ્ટિકલ લિંક્સ દ્વારા વર્કલોડ શેરિંગ થશે, જેથી લેટન્સી (Latency) ઘટાડી શકાય.
ફંડિંગ અને પડકારો
કંપનીએ આ મિશન માટે Chiratae Ventures ની આગેવાની હેઠળ $5 મિલિયન નું સીડ ફંડિંગ મેળવ્યું છે. જોકે, આ સફર પડકારોથી ભરેલી રહી છે. જાન્યુઆરી 2026 માં કંપનીએ PSLV-C62 મિશન દરમિયાન પોતાનો MOI-1 સેટેલાઇટ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ હવે રોકાણકારોની નજર આગામી 1 ઓક્ટોબર, 2026 ના રોજ લોન્ચ થનારા MOI-1a મિશન પર ટકેલી છે. આ સફળતા જ કંપનીની વિશ્વસનીયતા માટે નિર્ણાયક સાબિત થશે.
