Citizen Lab ના સંશોધકોએ ખુલાસો કર્યો છે કે Candiru અને Bindecy જેવી સ્પેયરવેર કંપનીઓ ડિજિટલ એડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હાઈ-પ્રોફાઈલ ઉપકરણોને ગુપ્ત રીતે હેક કરી રહી છે. આ હુમલામાં યુઝરની કોઈ પણ ક્રિયા વગર ડિવાઈસ ઈન્ફેક્ટ થઈ જાય છે.
સાયબર સુરક્ષા ક્ષેત્રે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોની Citizen Lab એ શોધી કાઢ્યું છે કે સરકારી સમર્થિત સ્પેયરવેર વેન્ડર્સ હવે ઓનલાઇન જાહેરાતો દ્વારા માલવેર ફેલાવી રહ્યા છે. આ કામગીરીમાં ઇઝરાયેલની Discover-Tech કંપનીનું નામ મુખ્ય રીતે સામે આવ્યું છે, જેણે 'Controlium' પ્લેટફોર્મ દ્વારા જાહેરાતકર્તાઓ અને સ્પેયરવેર માર્કેટ વચ્ચે કડીનું કામ કર્યું હતું.
આ હુમલો કેટલો ખતરનાક છે?
આ હુમલાની સૌથી ભયાનક બાબત તે 'ઝીરો-ક્લિક' (Zero-Click) હોવું છે. સામાન્ય રીતે માલવેર માટે યુઝરે કોઈ લિંક પર ક્લિક કરવું પડે છે, પરંતુ અહીં કોઈ પણ જાતની ક્રિયા વગર યુઝરનું ડિવાઈસ બેકગ્રાઉન્ડમાં જ હેક થઈ જાય છે. તેને પકડવું સામાન્ય યુઝર માટે લગભગ અશક્ય છે.
કોણ છે નિશાન પર?
આ હુમલા ખાસ કરીને હાઈ-વેલ્યુ ટાર્ગેટ્સ માટે બનાવવામાં આવ્યા છે. સંશોધનો મુજબ:
- Al Jazeera: ૨૦૨૪ થી ૨૦૨૫ દરમિયાન ન્યૂઝ ઓર્ગેનાઈઝેશનના ૪૫ થી વધુ Windows સિસ્ટમ્સ હેક થઈ હતી.
- મહત્વની સંસ્થાઓ: Confiant સાથે મળીને કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે International Atomic Energy Agency અને International Criminal Court જેવી સંસ્થાઓના નેટવર્ક પર પણ આ જોખમી જાહેરાતો જોવા મળી હતી.
ટેકનોલોજી અને એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ્સ માટે આ એક ગંભીર ચેતવણી છે. પ્રોગ્રામેટિક એડવર્ટાઇઝિંગ પર નિર્ભર કંપનીઓએ હવે તેમની સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત કરવા પડશે. નિષ્ણાતો સલાહ આપે છે કે સંવેદનશીલ માહિતી સાથે કામ કરતા લોકોએ પર્સનલાઈઝ્ડ એડ ટ્રેકિંગ બંધ રાખવું અને સારા એડ-બ્લોકર્સનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.
