UK હાઈકોર્ટે Samsung Electronics પર **$11.6 મિલિયનનો** દંડ ફટકાર્યો છે. કંપની પર Swatch ના લક્ઝરી બ્રાન્ડ્સની નકલ કરતી ડિજિટલ વોચ ફેસ એપ્સને પ્લેટફોર્મ પર હોસ્ટ કરવાનો આરોપ હતો.
મામલો શું છે?
આ વિવાદ વર્ષ 2015 થી 2019 દરમિયાન Samsung Galaxy App Store પર ઉપલબ્ધ ડિજિટલ વોચ-ફેસ એપ્લિકેશનને લઈને છે. આ એપ્સમાં Swatch Group ની માલિકીની લક્ઝરી બ્રાન્ડ્સ જેવી કે Omega, Longines, Tissot, Blancpain અને Breguet જેવી ડિઝાઈન અને બ્રાન્ડિંગની નકલ કરવામાં આવી હતી.
કોર્ટનું વલણ અને દંડની રકમ
જજ માર્કસ સ્મિથે Samsung ના એ તર્કને ફગાવી દીધો છે કે આ ઉલ્લંઘન નજીવું હતું અને માત્ર $300 ની ચૂકવણી પૂરતી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈ-ટ્રાફિક પ્લેટફોર્મ પર લક્ઝરી બ્રાન્ડ્સની નકલ હોસ્ટ કરવાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. કુલ દંડમાંથી $10 મિલિયન ફક્ત 'સ્ટોર ડિસ્પ્લે ઇન્ફ્રિન્જમેન્ટ' માટે ફાળવવામાં આવ્યા છે. આ દંડ યુકે અને યુરોપમાં થયેલા અંદાજે 1,60,000 ડિજિટલ ડાઉનલોડ્સ પર આધારિત છે.
રોકાણકારો માટે શું છે મહત્વ?
Swatch Group એ શરૂઆતમાં $170 મિલિયન ના ડેમેજની માંગણી કરી હતી, જેની સામે આ દંડ ઘણો નાનો છે. Samsung હાલમાં આ ચુકાદાની સમીક્ષા કરી રહ્યું છે અને ભવિષ્યમાં અપીલ પણ કરી શકે છે. જોકે, આ કેસ ટેક કંપનીઓ માટે લાલબત્તી સમાન છે. અમેરિકામાં પણ આ જ બાબતને લઈને કેસ પેન્ડિંગ છે, જે સૂચવે છે કે આઈપી (Intellectual Property) ના મુદ્દે કંપનીએ ભવિષ્યમાં વધુ સતર્ક રહેવું પડશે.
