નવા રિસર્ચ મુજબ સોફ્ટવેર ડેવલપર્સ માટે AI ઉત્પાદકતામાં મોટો વધારો લાવી શકે છે, પરંતુ રોકાણકારોએ આ ખર્ચના બોજ સામે સાવચેત રહેવાની જરૂર છે. શું કંપનીઓનો આ ખર્ચ નફામાં બદલાશે કે પછી દેવાનું કારણ બનશે, તે હવે મોટો સવાલ છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હાલમાં બિઝનેસ વર્લ્ડમાં ચર્ચાનો વિષય છે. લેટેસ્ટ રિસર્ચ મુજબ AI ટૂલ્સ ડેવલપર્સની કામગીરીમાં 30% થી વધુનો વધારો કરી શકે છે. પરંતુ રોકાણકારોએ એ જોવું જરૂરી છે કે શું આ કાર્યક્ષમતાનો લાભ કંપનીના નેટ પ્રોફિટમાં દેખાય છે કે પછી તે માત્ર મોંઘા ટેકનોલોજી અપગ્રેડેશનનો ખર્ચ છે.
AI નો ખર્ચ અને રિટર્નનું સંતુલન
આજે કંપનીઓ માટે મુખ્ય પડકાર પ્રોફિટ માર્જિનને જાળવી રાખીને AI અપનાવવાનો છે. ખાસ કરીને ટેક અને IT સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ટેલેન્ટ પાછળ કંપનીઓ મસમોટો કેપિટલ એક્સપેન્ડિચર (CAPEX) કરી રહી છે. લાંબા ગાળે આ ઉત્પાદકતા વધારવા માટે છે, પરંતુ ટૂંકા ગાળામાં તે કંપનીના કેશ ફ્લો પર દબાણ અને દેવામાં વધારો કરી શકે છે.
ડેટ અને માર્જિનનું જોખમ
શેરધારકો માટે સૌથી મોટું જોખમ બેલેન્સ શીટ પર પડે છે. ડેટા સેન્ટર્સ અને એડવાન્સ્ડ હાર્ડવેર ખરીદવા માટે કંપનીઓ જે દેવું કરી રહી છે, તે જોખમી સાબિત થઈ શકે છે. જો ઉત્પાદકતામાં અપેક્ષિત ઉછાળો મોડો આવે, તો વ્યાજની જવાબદારી કંપનીના નાણાકીય સંસાધનોને ખેંચી શકે છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે ઘણી કંપનીઓ અનિશ્ચિત રિટર્ન હોવા છતાં ખર્ચ કરવા મજબૂર છે.
રોકાણકારોએ શું ટ્રેક કરવું જોઈએ?
આગામી ક્વાર્ટરના પરિણામોમાં રોકાણકારોએ માત્ર ગ્રોથ સ્ટોરી જોવાની બદલે ઓપરેટિંગ માર્જિન અને 'રેવન્યુ પર એમ્પ્લોઈ' (Revenue per Employee) જેવા ડેટા પર નજર રાખવી જોઈએ. જો આ કંપનીઓનો ખર્ચ વાસ્તવિક ઉત્પાદકતામાં પરિણમતો હશે, તો તે માર્જિનમાં સુધારા દ્વારા સ્પષ્ટ થશે. ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો અને મેનેજમેન્ટનું કેપિટલ એલોકેશન જ હવે સાચી દિશા દર્શાવશે.
