SEBI એક્સપાયરી ડે પર થતી ભારે વધઘટને રોકવા માટે નવા નિયમો લાવી રહી છે. હવે કેશ માર્કેટ ક્લોઝિંગ પ્રાઈસના બદલે વોલ્યુમ-વેઈટેડ એવરેજ પ્રાઈસ (VWAP) દ્વારા સેટલમેન્ટ કરવાનો પ્રસ્તાવ છે.
એક્સપાયરી ડે પર હવે નહીં જોવા મળે અચાનક ઉછાળ-પછડાટ?
ભારતીય શેરબજારના નિયમનકાર SEBI એ એક્સપાયરી ડેના સેટલમેન્ટની પદ્ધતિમાં મોટા ફેરફાર કરવાનું સૂચન કર્યું છે. અત્યાર સુધી સેટલમેન્ટ પ્રાઈસ મોટેભાગે કેશ માર્કેટના ક્લોઝિંગ પ્રાઈસ પર નિર્ભર હોય છે, જેના કારણે ટ્રેડિંગના છેલ્લા મિનિટોમાં ભારે વોલેટિલિટી જોવા મળે છે. આને રોકવા માટે SEBI હવે એક વધુ સ્થિર માળખું ઈચ્છે છે.
શું છે VWAP પદ્ધતિ?
નવા પ્રસ્તાવ મુજબ, સેટલમેન્ટ માટે હવે વોલ્યુમ-વેઈટેડ એવરેજ પ્રાઈસ (VWAP) નો ઉપયોગ કરવામાં આવશે. આ પદ્ધતિમાં માત્ર દિવસના છેલ્લા ભાવને બદલે, ટ્રેડિંગ દરમિયાન થયેલા વોલ્યુમને ધ્યાનમાં લેવામાં આવશે, જેથી છેલ્લા મિનિટના નાના ટ્રેડ્સથી માર્કેટમાં આર્ટિફિશિયલ હલચલ ન સર્જાય.
SEBI પાસે બે વિકલ્પો:
- બ્લેન્ડેડ VWAP: આમાં છેલ્લા 30 મિનિટના ટ્રેડિંગ અને 10 મિનિટના ક્લોઝિંગ ઓક્શનનો ડેટા મિક્સ કરવામાં આવશે.
- છેલ્લી 30 મિનિટ: જેમાં માત્ર રેગ્યુલર ટ્રેડિંગ સેશનના અંતિમ 30 મિનિટના ડેટાનો ઉપયોગ થશે.
અન્ય કડક નિયમો:
SEBI ક્લોઝિંગ ઓક્શન દરમિયાન લાઈવ ઈન્ડિકેટિવ ઈન્ડેક્સ વેલ્યુ દર્શાવવાનું બંધ કરવા અને 1% પ્રાઈસ બેન્ડની બહારના ઓર્ડર્સને વધુ બંધનકર્તા બનાવવા પર પણ વિચારી રહી છે. આ તમામ પગલાંનો ઉદ્દેશ્ય બજારમાં પારદર્શિતા અને સ્થિરતા લાવવાનો છે. હવે માર્કેટ પાર્ટિસિપન્ટ્સના પ્રતિભાવ બાદ SEBI અંતિમ સર્ક્યુલર બહાર પાડશે.
