SEBI એ માર્કેટને સુરક્ષિત બનાવવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં વોલ્ટ મેનેજર્સ માટે કડક નિયમો અને નવો એડવર્ટાઇઝિંગ કોડ સામેલ છે. આ ફેરફારોથી રિટેલ રોકાણકારો પરનું જોખમ ઘટશે અને માર્કેટમાં પારદર્શિતા આવશે.
ભારતીય શેરબજારમાં સુરક્ષા અને પારદર્શિતા લાવવા માટે SEBI સતત સક્રિય છે. હવે નવા નિયમો દ્વારા જવાબદારી વ્યક્તિગત રોકાણકારને બદલે સંસ્થાઓ અને વચેટિયાઓ પર નાખવામાં આવી રહી છે.
ગોલ્ડ અને સિલ્વર ETF માં સુરક્ષા
ગોલ્ડ અને સિલ્વર ETF ધરાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. SEBI એ વોલ્ટ મેનેજર્સ માટેની નેટવર્થ જરૂરિયાતને ₹50 કરોડથી વધારીને ₹75 કરોડ કરી દીધી છે. આ કદમથી ભૌતિક સંપત્તિની સુરક્ષા વધશે અને ઓપરેશનલ જોખમ ઘટશે.
ભ્રામક જાહેરાતો પર કાપ
હવે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સની માર્કેટિંગ પર પણ કડક નજર રાખવામાં આવશે. 10 ઓક્ટોબર 2026 થી લાગુ થયેલા નવા 'કોમન એડવર્ટાઈઝમેન્ટ કોડ' દ્વારા સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને પ્રોમોશન પર અંકુશ મુકાયો છે, જેથી રોકાણકારો માત્ર માર્કેટિંગ હાઈપને બદલે ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપી શકે.
પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં બદલાવ
1 એપ્રિલ 2027 થી નવી પોર્ટફોલિયો મેનેજર્સ રેગ્યુલેશન અમલમાં આવશે. આમાં PRIM (Portfolio Managers Route for Investing in Mutual funds) ફીચર ઉમેરાયું છે, જે ₹25 લાખ થી વધુ રોકાણ કરનારાઓ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વધુ સરળ બનાવશે.
સેટલમેન્ટ હવે વધુ સરળ
SEBI એ હવે ફોર્મ્યુલા-આધારિત સેટલમેન્ટ સિસ્ટમ અપનાવી છે. જેમાં ₹10 લાખ સુધીના કેસો માટે ફાસ્ટ-ટ્રેક પ્રોસેસ તૈયાર કરાઈ છે. આનાથી ગેરરીતિ કરનારાઓ સામે દંડની જોગવાઈઓ વધુ સ્પષ્ટ અને કડક બનશે, જે રોકાણકારોના હિતમાં છે.
