રોકાણકારો માટે ખુશખબર! ૧ નવેમ્બરથી ડિજિટલ પ્લેટફોર્મ પર 'Direct Plan' ડિફોલ્ટ ઓપ્શન તરીકે જોવા મળશે, જેથી કમિશનના ખર્ચમાં સીધી બચત થશે.
રોકાણકારોને થશે ફાયદો
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે SEBI એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરી રહ્યું છે. ૧ નવેમ્બર, ૨૦૨૬ થી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા સંચાલિત ડિજિટલ પ્લેટફોર્મ્સે 'Direct Plans' ને ડિફોલ્ટ વિકલ્પ તરીકે દર્શાવવા પડશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે રોકાણકારોને ઓછા ખર્ચે રોકાણ કરવાનો વિકલ્પ સૌથી પહેલા જોવા મળશે.
Regular vs Direct Plan નો તફાવત
સમજવા જેવી વાત એ છે કે, 'Regular Plan' ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વેચવામાં આવે છે, જેમાં કમિશન સામેલ હોવાથી તેનો એક્સપેન્સ રેશિયો (Expense Ratio) વધુ હોય છે. તેની સામે 'Direct Plan' સીધા ફંડ હાઉસ પાસેથી ખરીદી શકાય છે, જેમાં કોઈ કમિશન હોતું નથી. જો કોઈ રોકાણકાર છતાં પણ 'Regular Plan' પસંદ કરવા માંગતા હોય, તો પ્લેટફોર્મે તેમને સ્પષ્ટપણે વધારાના ખર્ચ વિશે જાણ કરવી પડશે.
વિદેશી રોકાણ અને AI ની ભૂમિકા
માર્કેટ રેગ્યુલેટર હવે વિદેશી રોકાણને આકર્ષવા માટે પ્રોસેસને ખૂબ જ સરળ બનાવી રહ્યું છે. SEBI ના ચેરમેન તુષિન કાંત પાંડેના જણાવ્યા અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) માટે ઓનબોર્ડિંગ સમય ઘટાડીને માત્ર ૫ દિવસ કરવામાં આવશે.
ટેકનોલોજીના મોરચે, SEBI એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધાર્યો છે. R(AI)DAR ટૂલ હવે તમામ માર્કેટ ઇન્ટરમીડિયરીઝના પ્રમોશનલ મટિરિયલ પર નજર રાખશે, જ્યારે 'Sudarshan' નામનું ટૂલ ગેરમાર્ગે દોરતી આર્થિક સામગ્રીને પકડી પાડવા માટે વપરાઈ રહ્યું છે.
