22 ફેબ્રુઆરી 2027 થી SEBI એ રોકાણકારો માટે માર્જિનના નિયમો સરળ બનાવ્યા છે. હવે અર્લી પે-ઇન (EPI) સુવિધા દ્વારા શેરના વેચાણ પછી ફરીથી રોકાણ કરવા પર વધારાનું માર્જિન ચૂકવવું નહીં પડે, જેનો મુખ્ય હેતુ કેશ માર્કેટમાં લિક્વિડિટી વધારવાનો છે.
માર્જિન ફ્રેમવર્કમાં શું ફેરફાર?
સેબી (SEBI) ના આદેશ મુજબ, હવે ક્લિયરિંગ કોર્પોરેશન રોકાણકારો પાસેથી તેવા વ્યવહારો માટે વધારાનું અપફ્રન્ટ માર્જિન નહીં વસૂલે, જેમાં અર્લી પે-ઇન (EPI) મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. અત્યાર સુધી બ્રોકર્સને ક્લાયન્ટના રિ-ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણીવાર ટ્રેડ વેલ્યુના 20% સુધીની રકમ પોતાના ખિસ્સેથી રોકવી પડતી હતી, જે હવે નહીં કરવી પડે.
માર્કેટ લિક્વિડિટી પર અસર
છેલ્લા કેટલાક સમયથી ભારતીય કેશ માર્કેટમાં ટર્નઓવર ઘટતું જોવા મળ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના ડેટા મુજબ, ફાઇનાન્સિયલ યર 2026 માં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં 7% નો ઘટાડો નોંધાયો હતો, જે ઘટીને ₹1.05 લાખ કરોડ થયો હતો. આટલું જ નહીં, જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન NSE ના કેશ સેગમેન્ટના માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ 6% નો ઘટાડો જોવા મળ્યો હતો.
નાના બ્રોકર્સને ફાયદો
આ નિર્ણયથી નાના બ્રોકરેજ ફોર્મ્સ પરનું આર્થિક દબાણ ઘટશે. જોકે, આ નવી સિસ્ટમ કેટલી અસરકારક રહેશે તે બ્રોકર્સ કેટલી ઝડપથી તેમના ટેકનિકલ અપડેટ્સ પૂર્ણ કરે છે તેના પર નિર્ભર છે. આ ફેરફાર સીધો માર્કેટ વોલ્યુમ વધારશે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ તે ચોક્કસપણે ઓપરેશનલ અવરોધો ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.
