National Stock Exchange (NSE) ના IPO માટે રોકાણકારોની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. આ IPO સંપૂર્ણપણે Offer For Sale (OFS) હશે અને સપ્ટેમ્બર 2026 ના ઉત્તરાર્ધમાં માર્કેટમાં એન્ટ્રી લેવાની શક્યતા છે.
રેગ્યુલેટરી મંજૂરીના આખરી તબક્કે NSE
દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ NSE હવે તેના બહુપ્રતિક્ષિત IPO ના લોન્ચિંગ માટે તૈયારીઓ પૂર્ણ કરી રહ્યું છે. હાલમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ને રેગ્યુલેટર તરફથી મંજૂરી મળવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ એક એવું પગલું છે જે છેલ્લા ઘણા વર્ષોથી બજાર માટે કેન્દ્રસ્થાને રહ્યું છે.
શું છે IPO નું સ્ટ્રક્ચર?
NSE નો આ IPO સંપૂર્ણપણે Offer For Sale (OFS) મોડમાં હશે. આનો અર્થ એ છે કે, અંદાજે 148.9 મિલિયન શેર એટલે કે કંપનીની પેઇડ-અપ કેપિટલના લગભગ 6% હિસ્સો હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આમાં કંપની નવા શેર બહાર પાડતી નથી, તેથી કંપનીના ખાતામાં કોઈ નવું ફ્રેશ કેપિટલ (Fresh Capital) જમા થશે નહીં.
અનલિસ્ટેડ માર્કેટમાં ભાવ અને હિસ્સેદારો
અનલિસ્ટેડ માર્કેટમાં હાલમાં NSE નો શેર આશરે ₹2,015 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ લિસ્ટિંગમાં State Bank of India (SBI), CPPIB અને Aranda Investments જેવી મોટી સંસ્થાઓ પોતાના શેર વેચી શકે છે. કો-લોકેશન અને ડેટા સર્વિસ સંબંધિત જૂના વિવાદોના ઉકેલ બાદ હવે રોકાણકારોની નજર આ IPO ની ફાઈનલ પ્રાઈસ બેન્ડ પર ટકેલી છે.
