Ministry of Corporate Affairs (MCA) એ FY26 માટે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સબમિટ કરવાની ડેડલાઇન વધારીને **31 ડિસેમ્બર 2026** કરી છે, જ્યારે એન્યુઅલ રિટર્ન માટેની સમયમર્યાદા **31 જાન્યુઆરી 2027** સુધી લંબાવી છે.
રાહત શા માટે આપવામાં આવી?
MCA-21 Version 3 પોર્ટલમાં આવતી સતત ટેકનિકલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. કંપનીઓને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) અને પોર્ટલના વારંવાર આવતા ટેકનિકલ એરરને કારણે ભારે મુશ્કેલી પડી રહી હતી. આ રાહત બાદ કંપનીઓએ કોઈ પણ પ્રકારની એડિશનલ લેટ ફી ભરવાની રહેશે નહીં.
કઈ તારીખ સુધી છે ડેડલાઇન?
નવા નોટિફિકેશન મુજબ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની નવી છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 રહેશે. આમાં XBRL રિપોર્ટ્સ અને NBFCs ને લાગુ પડતા સ્પેશિયલ ફોર્મ્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, MGT-7 અને MGT-7A ફોર્મ મારફતે એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવા માટે હવે 31 જાન્યુઆરી 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
AGM માટે કોઈ ફેરફાર નહીં
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ સમયમર્યાદા માત્ર દસ્તાવેજો ફાઇલ કરવા માટે છે. કંપનીઓએ તેમની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) તો નિર્ધારિત સમય મર્યાદામાં જ યોજવાની રહેશે, તેમાં કોઈ વધારો કે ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીઓએ ફાઇલિંગના ટેકનિકલ બોજને બાજુ પર રાખીને ઓડિટ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જરૂરી છે.
