Karnataka Commercial Taxes Department એ એવા બિઝનેસ એકમોને મોટી રાહત આપી છે, જેમને ઓલરેડી પૂરા થઈ ગયેલા ઓડિટ પિરિયડ માટે ફરીથી GST નોટિસ મળી હતી. ટેકનિકલ ખામી સુધારવા માટે તંત્ર આ તમામ ડુપ્લિકેટ નોટિસ રદ કરી રહ્યું છે.
ટેકનિકલ ભૂલને કારણે સર્જાઈ હતી સમસ્યા
Karnataka Commercial Taxes Department ના કમિશનર વિપુલ બંસલના જણાવ્યા અનુસાર, આ ગરબડ રાજ્યના નવા લાગુ કરાયેલા ઓટોમેટેડ ડેટા એનાલિટિક્સ ટૂલ્સને કારણે થઈ હતી. જે કેસ ઓલરેડી સેટલ થઈ ગયા હતા, તેને આ સિસ્ટમે ભૂલથી સ્ક્રુટિની માટે ફ્લેગ કરી દીધા હતા, જેના પરિણામે વેપારીઓને બિનજરૂરી નોટિસ મળી હતી.
વેપારીઓને મળશે મોટી રાહત
ઘણી કંપનીઓ માટે આ નોટિસ માથાનો દુખાવો બની હતી, કારણ કે તેમને સાબિત કરવા માટે ફરીથી સમય અને સંસાધનો ખર્ચવા પડતા હતા કે જૂની જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે. હવે નોટિસ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થતાં વેપારીઓનું એડમિનિસ્ટ્રેટિવ ભારણ ઘટશે.
ભવિષ્ય માટે શું છે પ્લાન?
આવી ઘટનાઓ ફરી ન બને તે માટે રાજ્ય સરકાર હવે ફિસ્કલ યર શરૂ થાય તે પહેલાં જ ઓડિટ નોટિસ ફાઈનલ કરવાનો પ્લાન બનાવી રહી છે. આનાથી કંપનીઓને તેમનો ડેટા તૈયાર રાખવા માટે પૂરતો સમય મળશે અને પ્લાનિંગમાં અડચણ નહીં આવે.
CGST Act ની કલમ 74 પર સવાલો
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં CGST Act ની કલમ 74 ના ઉપયોગને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ઉદ્યોગ જગતનું માનવું છે કે સામાન્ય પ્રક્રિયાગત ભૂલો માટે કડક જોગવાઈઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી. હાલમાં Central Board of Indirect Taxes and Customs (CBIC) ઓડિટ સ્ટ્રક્ચરમાં સુધારા અને કલમ 74 ના ઉપયોગ અંગે રિવ્યુ કરી રહ્યું છે, જેના પર તમામ વેપારીઓની નજર છે.
