Income-Tax Department હવે વિદેશમાં છુપાયેલી સંપત્તિ પર નજર રાખી રહ્યું છે. ગ્લોબલ ઈન્ટેલિજન્સ શેરિંગ દ્વારા આ ડેટા મેળવવામાં આવી રહ્યો છે. જો તમે પણ વિદેશમાં પ્રોપર્ટી લીધી હોય, તો FAST-DS સ્કીમ દ્વારા તેને જાહેર કરી દંડથી બચી શકાય છે.
Income-Tax Department એ હવે એવા ભારતીયો પર ખાસ નજર દોડાવી છે જેમણે વિદેશમાં રિયલ એસ્ટેટ ખરીદ્યું છે પરંતુ તેનો ખુલાસો ટેક્સ રિટર્નમાં કર્યો નથી. અગાઉ વિભાગ ફક્ત બેંક એકાઉન્ટ કે શેર જેવી લિક્વિડ એસેટ્સ પર ધ્યાન આપતું હતું, પરંતુ હવે ગ્લોબલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ દ્વારા અચલ મિલકતો (Immovable Properties) ને પણ ટ્રેક કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીમાં વિભાગ દ્વારા ડેટાને ઇન્ટરનલ ઓડિટ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યો છે. ઘણા લોકો Liberalized Remittance Scheme (LRS) હેઠળ વિદેશમાં પ્રોપર્ટી ખરીદે છે, પરંતુ ITR ના 'Foreign Assets' (Schedule FA) વિભાગમાં તેની માહિતી આપવાનું ચૂકી જાય છે.
જોખમ અને સજા શું છે?
અઘોષિત વિદેશી સંપત્તિ 'Black Money (Undisclosed Foreign Income and Assets) and Imposition of Tax Act, 2015' હેઠળ આવે છે. આ કાયદો ખૂબ જ કડક છે અને તેમાં મોટા દંડની સાથે ગુનાહિત કેસ પણ નોંધાઈ શકે છે. જો નાણાંનો સ્ત્રોત સ્પષ્ટ ન હોય, તો FEMA અથવા PMLA હેઠળ પણ તપાસ થઈ શકે છે.
FAST-DS સ્કીમ: એક મોકો
સરકારે ઓગસ્ટ 2026 માં FAST-DS સ્કીમ રજૂ કરી હતી. આ સ્કીમ હેઠળ:
- ₹1 કરોડ સુધીની સંપત્તિ માટે 60% ટેક્સ અને પેનલ્ટી ભરીને ખુલાસો કરી શકાય છે.
- ₹5 કરોડ સુધીની સંપત્તિ માટે, જે ફંડ પર ટેક્સ ભરાઈ ચૂક્યો છે, તેના માટે વિશેષ જોગવાઈઓ છે.
આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી Black Money Act હેઠળ કાર્યવાહીથી મુક્તિ મળે છે. જોકે, વિદેશી કરન્સીમાં પ્રોપર્ટીનું વેલ્યુએશન કરવામાં આવતી મુશ્કેલીઓને કારણે આ સ્કીમમાં રોકાણકારોનો ઉત્સાહ મર્યાદિત દેખાઈ રહ્યો છે. ટેક્સ એક્સપર્ટ્સની સલાહ છે કે, વિભાગની નોટિસ આવે તે પહેલાં જ તમારા જૂના ITR રિટર્ન ચેક કરી લો અને જરૂર જણાય તો ટેક્સ સલાહકારની મદદ લો.
