Finance Ministry હવે Central GST (CGST) ટેક્સપેયર્સ માટે 'ફેસલેસ' એસેસમેન્ટ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહ્યું છે. હવે ટેક્સના કામકાજ માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે, પણ આખું કામ ડિજિટલ અને AI આધારિત હશે.
નાણા મંત્રાલય અને Central Board of Indirect Taxes and Customs (CBIC) હવે ઈનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમને આધુનિક બનાવવાના મૂડમાં છે. આગામી 3 થી 4 મહિનામાં એક પાઈલટ પ્રોગ્રામ દ્વારા 'ફેસલેસ એસેસમેન્ટ' શરૂ કરવામાં આવશે. આ ફેરફાર બાદ હવે ટેક્સના કામ માટે ઓફિસે જવાની કે રૂબરૂ મુલાકાત લેવાની જરૂર નહીં રહે, તમામ પ્રક્રિયા ઓટોમેટેડ અને ટેકનોલોજી આધારિત રહેશે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
આ મોડલ Income Tax Department ની વર્તમાન સિસ્ટમ જેવું જ હશે. ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ટેક્સ કેસોની ફાળવણી કરવામાં આવશે. એટલે કે, કોઈ એક રાજ્યના ટેક્સપેયરનું કામ બીજા જ રાજ્યની ટીમ હેન્ડલ કરી શકે છે. આનાથી સ્થાનિક અધિકારીઓની દખલગીરી ઘટશે અને દરેક નોટિસ કે જવાબનો ડિજિટલ રેકોર્ડ રહેશે.
આ ફેરફાર 73.5 લાખથી વધુ ટેક્સપેયર્સને અસર કરશે. હાલમાં આ ફક્ત સેન્ટ્રલ જ્યુરિડિક્શન હેઠળના લોકો માટે છે, જેથી GST કાઉન્સિલની મંજૂરીની જરૂર નથી. ખાસ કરીને મોટા મેન્યુફેક્ચરર્સ અને એક્સપોર્ટર્સ માટે આ પ્રક્રિયા ઝડપી બનવાની ધારણા છે.
જોખમો અને પડકારો
જોકે, એક્સપર્ટ્સ માને છે કે આ શિફ્ટમાં કેટલાક પડકારો પણ છે. ઘણીવાર સ્થાનિક અધિકારીઓ તે વિસ્તારના ઉદ્યોગોની ખાસિયતો જાણતા હોય છે, જે ફેસલેસ સિસ્ટમમાં કદાચ ન મળે. ઉપરાંત, IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી પણ મહત્વની છે; જો સિસ્ટમમાં ડાઉનટાઈમ કે ટેકનિકલ ખામી આવે, તો વેપારીઓના કામ અટકી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ટ્રાન્ઝિશનને કેટલું સ્મૂધ બનાવે છે.
