MLDL ના શેરમાં આજે તેજી જોવા મળી અને તે ઈન્ટ્રા-ડેમાં 6% થી વધુ વધીને ₹399.50 ની ઊંચાઈએ પહોંચ્યો હતો. આ તેજી પાછળ કંપનીના Q3 FY26 ના ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામો મુખ્ય કારણ છે.
રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ગજબનો ઉછાળો:
કંપનીના પ્રોફિટ ટર્નઅરાઉન્ડમાં રેસિડેન્શિયલ સેગમેન્ટનો મોટો ફાળો રહ્યો છે. ડિસેમ્બર 2025 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં, MLDL એ ₹572 કરોડ ના રેસિડેન્શિયલ પ્રી-સેલ્સ નોંધાવ્યા છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળાના ₹334 કરોડ ની સરખામણીમાં 71% નો જંગી વધારો દર્શાવે છે. આ દરમિયાન, કંપનીએ 0.60 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યાનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત, ક્વાર્ટર દરમિયાન ₹1,010 કરોડ નું ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (GDV) ઉમેરાયું છે, જે ભવિષ્યની આવક માટે સારો સંકેત છે.
ઈન્ડસ્ટ્રીયલ સિટીઝ બિઝનેસ પણ તેજીમાં:
MLDL નો ઈન્ડસ્ટ્રીયલ અને ઈન્ટીગ્રેટેડ સિટીઝ (IC&IC) બિઝનેસ પણ મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. આ સેગમેન્ટમાંથી કંપનીની કન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે લગભગ બમણી થઈને ₹134 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ₹70 કરોડ હતી. આ વૃદ્ધિ તેના ઈન્ડસ્ટ્રીયલ પાર્ક્સમાં 17.9 એકર જગ્યાના સફળ લીઝિંગને કારણે શક્ય બની છે.
મજબૂત નાણાકીય સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ:
કંપનીએ Q3 FY26 માટે ₹109 કરોડ નો કન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો છે, જે Q3 FY25 ના ₹23 કરોડ ના નુકસાનની તુલનામાં નોંધપાત્ર સુધારો છે. કંપનીની નાણાકીય સ્થિતિ પણ ઘણી મજબૂત છે, નેટ ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો -0.12 છે, જે દર્શાવે છે કે કંપની પર કોઈ દેવું નથી પણ રોકડ સરપ્લસ છે. પ્રથમ નવ મહિનામાં રેસિડેન્શિયલ કલેક્શન્સ ₹1,472 કરોડ રહ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ₹1,365 કરોડ થી વધુ છે. મેનેજમેન્ટ FY27 માં અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.