રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પણ પરિવારની સંપત્તિ (Family Wealth) અને એસ્ટેટ પ્લાનિંગ વિશે ચર્ચા કરવાની ઉત્તમ તક છે. અગાઉથી કરેલું પ્લાનિંગ ભવિષ્યના કાનૂની વિવાદોને રોકવામાં અને એસેટ્સને સુરક્ષિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
વ્યક્તિગત ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે બધા કરીએ છીએ, પરંતુ પરિવારની સંપત્તિની વહેંચણી અને સક્સેસન પ્લાનિંગમાં મોટાભાગના લોકો ગંભીર ભૂલ કરે છે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર, જે સુરક્ષાનું વચન આપે છે, તે પરિવારની સંપત્તિ અને વારસાના આયોજન માટે સૌથી યોગ્ય સમય છે.
પોર્ટફોલિયોની જેમ સંપત્તિનું ગવર્નન્સ
જે રીતે આપણે રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરીએ છીએ, તે જ રીતે પરિવારની સંપત્તિનું પણ વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. મોટાભાગના પરિવારો મૌખિક સમજૂતી કે અપેક્ષાઓ પર નિર્ભર રહે છે, જે ભવિષ્યમાં કાનૂની લડાઈનું મુખ્ય કારણ બને છે. વારસાના આયોજનને અંગત બાબતને બદલે એક 'ગવર્નન્સ' (Governance) મુદ્દો ગણવો જોઈએ.
ટોટલ એસ્ટેટનું મેપિંગ
વેલ્થ મેનેજમેન્ટ માટે પારદર્શિતા ખૂબ જરૂરી છે. ભાઈ-બહેનોએ સાથે મળીને તમામ એસેટ્સનું લિસ્ટ બનાવવું જોઈએ. જેમાં માત્ર પ્રોપર્ટી જ નહીં, પરંતુ Demat Accounts, PPF, ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્સ્યોરન્સ પોલિસીનો પણ સમાવેશ થાય છે. સાથે જ, બિઝનેસ લોન કે અન્ય દેવાં વિશે પણ સ્પષ્ટતા રાખવી જોઈએ, જેથી વારસા વખતે કોઈ આર્થિક આંચકો ન લાગે.
વિલ (Will) દ્વારા સ્પષ્ટતા
પરિવારની સંપત્તિ માટે સૌથી મોટું જોખમ માતા-પિતાની ઈચ્છાઓનું દસ્તાવેજીકરણ ન હોવું તે છે. 'બાળકો જાતે નક્કી કરી લેશે' જેવી અસ્પષ્ટ વાતોને બદલે, યોગ્ય રીતે Will તૈયાર કરાવવી એ સૌથી અસરકારક ઉપાય છે. માતા-પિતા જીવિત હોય ત્યારે જ તેમની ઈચ્છાઓ જાણી લેવાથી ભવિષ્યમાં મતભેદની શક્યતા નહિવત થઈ જાય છે.
એડમિનિસ્ટ્રેટિવ તૈયારી
સંપત્તિના ટ્રાન્સફરને સરળ બનાવવા માટે તમામ પ્રોપર્ટીના કાગળો, ટેક્સ રેકોર્ડ્સ અને બેંક ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખવા જરૂરી છે. એક એક્ઝિક્યુટર (Executor) નક્કી કરો જે વિલના અમલીકરણમાં મદદરૂપ થાય. ટૂંકમાં, દસ્તાવેજોને નિયમિત અપડેટ કરવાથી તમારી આર્થિક વિરાસત પણ સુરક્ષિત રહેશે અને પારિવારિક સંબંધો પણ મજબૂત બનશે.
