વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) માટે જૂના મોબાઈલ નંબર બંધ થવાથી OTP મળવો મુશ્કેલ બન્યો છે. સાથે જ, FEMA ના નિયમોનું પાલન ન કરવાથી મોટા દંડનું જોખમ છે. તેથી, રેસિડેન્ટ સેવિંગ્સ એકાઉન્ટને તરત જ NRE કે NRO એકાઉન્ટમાં કન્વર્ટ કરાવવું અનિવાર્ય છે.
ઘણા NRIs માટે ભારતીય નાણાકીય સિસ્ટમ સાથે જોડાયેલા રહેવું હવે જટિલ બની ગયું છે. સૌથી મોટી સમસ્યા મોબાઈલ નંબરની છે. બેંકિંગ વ્યવહાર, શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ માટે OTP અનિવાર્ય છે. જો તમારો ભારતીય મોબાઈલ નંબર એક્સપાયર થઈ જાય, તો તમે ઓનલાઈન એક્સેસ ગુમાવી શકો છો અને તેને ફરી ચાલુ કરવા માટે તમારે ભારત આવવું પડી શકે છે.
FEMA નિયમોની અવગણના પડશે મોંઘી
ઘણા NRI વિદેશ ગયા પછી પણ પોતાનું રેસિડેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ વાપરવાનું ચાલુ રાખે છે, જે FEMA નિયમોનું ઉલ્લંઘન છે. નિયમ મુજબ, નોન-રેસિડેન્ટ બન્યા પછી આ ખાતાઓને NRE અથવા NRO એકાઉન્ટમાં ફેરવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે અને ₹2,00,000 સુધીનો દંડ તેમજ ઉલ્લંઘનની રકમના 3 ગણા સુધીની પેનલ્ટી થઈ શકે છે.
રોકાણકારો માટે રાહતના સમાચાર
જૂન 2026માં RBI એ રોકાણની મર્યાદા વધારી છે. હવે NRI અને OCI માટે વ્યક્તિગત રોકાણની મર્યાદા 10% અને સામૂહિક મર્યાદા 24% નક્કી કરવામાં આવી છે.
ડિજિટલ KYC માં સુધારા
SEBI એ 14 ઓગસ્ટ 2026ના રોજ એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. જેમાં સંપૂર્ણ ડિજિટલ અને રિમોટ KYC પ્રક્રિયા પ્રસ્તાવિત છે. જો આ અમલમાં આવે તો, NRI ને વેરિફિકેશન માટે ભારત આવવાની જરૂર નહીં રહે.
સલાહ એ છે કે તમારા બેંકિંગ રેકોર્ડમાં ઈમેઈલ અને વિદેશી મોબાઈલ નંબર અપડેટ રાખો અને ખાતરી કરો કે તમારા ખાતાઓ યોગ્ય રીતે વર્ગીકૃત (NRE/NRO) છે.
