HSBC ના નવા સર્વે મુજબ, ભારતના 96% ધનિક લોકો હવે પરંપરાગત રિટાયરમેન્ટ પ્લાનિંગને ફગાવી રહ્યા છે. હવે લોકો વારસામાં મિલકત આપવાને બદલે કરિયરની ફ્લેક્સિબિલિટી અને લાઈફ-લોંગ લર્નિંગ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
ભારતના ધનિક રોકાણકારોની આર્થિક યોજનાઓમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. HSBC ના એક લેટેસ્ટ અભ્યાસ મુજબ, શિક્ષણ, નોકરી અને ત્યારબાદ શાંત નિવૃત્તિનો જૂનો કન્સેપ્ટ હવે જૂનો થઈ રહ્યો છે. હવે ભારતીયો નોન-લિનિયર લાઈફસ્ટાઈલ અપનાવી રહ્યા છે, જ્યાં કરિયરમાં બદલાવ અને પર્સનલ ગ્રોથ સાથે મળીને ચાલે છે.
આંકડા શું કહે છે?
સર્વેમાં સામેલ 96% ધનિક રોકાણકારોએ તેમની ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના લોકો હવે એકસાથે કામ છોડવાને બદલે 'એન્કોર' (Encore) કરિયર એટલે કે લાંબા સમય સુધી ફ્લેક્સિબલ કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ માટે રોકાણકારોને સરેરાશ $0.42 મિલિયન જેટલા ફંડની જરૂરિયાત જણાય છે, જોકે હાલના બચત દર આ ટાર્ગેટ કરતા ઓછા હોવાથી એક મોટું અંતર જોવા મળી રહ્યું છે.
વારસામાં હવે મિલકત નહીં, કૌશલ્યનું મહત્વ
એક મોટો બદલાવ વારસાના મામલે પણ જોવા મળ્યો છે. હવે 87% ધનિકો પોતાની મિલકત કે રોકડ રકમ આપવાને બદલે પોતાના બાળકોના 'હ્યુમન કેપિટલ' એટલે કે તેમના શિક્ષણ, ફાઈનાન્શિયલ લિટરસી અને બિઝનેસ સ્કિલ્સ પર ખર્ચ કરી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આર્થિક રીતે પગભર બનાવવાનો છે.
વેલ્થ મેનેજમેન્ટમાં નવી ડિમાન્ડ
આજના રોકાણકારોને એવા પ્લાન જોઈએ છે જે તેમને લિક્વિડિટી પણ આપે અને લોન્ગ ટર્મ ગ્રોથ પણ જાળવી રાખે. લગભગ 89% રોકાણકારો એવી ફ્લેક્સિબલ વ્યૂહરચના શોધી રહ્યા છે, જે તેમના કરિયરના અણધાર્યા વળાંકો સમયે કામ આવે. પરંપરાગત વેલ્થ મેનેજમેન્ટ મોડલ્સ માટે આ એક મોટો પડકાર છે.
