India Meteorological Department (IMD) એ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાની ચેતવણી આપી છે. સોમવાર સુધીમાં આ સિસ્ટમ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ શકે છે, જે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે.
વાવાઝોડાનું જોખમ અને ગતિવિધિ
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, હાલમાં આ સિસ્ટમ વિશાખાપટ્ટનમથી આશરે 775 કિમી દૂર સ્થિત છે. સોમવાર સુધીમાં આ વાવાઝોડું વધુ તીવ્ર બની શકે છે અને તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને સીધું આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના કિનારા તરફ આગળ વધી રહ્યું છે.
આર્થિક ક્ષેત્રે શું અસર થશે?
રોકાણકારો માટે ચિંતાનો વિષય એ છે કે પૂર્વ કિનારા પર આવેલા મહત્વના આર્થિક હબ પર આ વાવાઝોડાની માઠી અસર પડી શકે છે. આંધ્રપ્રદેશ કૃષિ પેદાશો જેવી કે ડાંગર અને મરચાનું મોટું કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં ઝીંગા ફાર્મિંગ (Aquaculture) નો મોટો કારોબાર છે. હવામાન વિભાગે 20 સેમી થી વધુ વરસાદની આગાહી કરી છે, જે પાક અને માછલી ઉછેર માટે જોખમી સાબિત થઈ શકે છે.
લોજિસ્ટિક્સ અને પાવર પર સંકટ
વિશાખાપટ્ટનમ અને કાકીનાડા પોર્ટ પર લોડિંગ-અનલોડિંગની કામગીરી અટકી શકે છે, જેના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. તેજ પવન અને ભારે વરસાદને કારણે પાવર ગ્રીડ અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે, જેનાથી કંપનીઓના મેન્ટેનન્સ ખર્ચમાં વધારો થઈ શકે છે.
રોકાણકારોએ શું ધ્યાન રાખવું?
આગામી દિવસોમાં વાવાઝોડાની ગતિ અને લેન્ડફોલ (Landfall) ક્યાં થશે તેના પર માર્કેટની નજર રહેશે. ધીમે ગતિએ આગળ વધતું વાવાઝોડું વધુ નુકસાન કરી શકે છે, તેથી IMD અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અપડેટ્સ સતત ફોલો કરવી જરૂરી છે.
