ભારતીય ઇક્વિટી માર્કેટમાં રિટેલ રોકાણકારોનો ભરોસો અતૂટ છે. ઓગસ્ટ **2026** માં SIP દ્વારા માસિક રોકાણ **₹32,297 કરોડ**ના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યું છે. માર્કેટના આ ઉછાળા વચ્ચે એક્સપર્ટ્સ માને છે કે ટૂંકા ગાળાના માર્કેટ નોઈઝને બદલે ડિસિપ્લિન અને ગોલ-બેઝ્ડ રિબેલેન્સિંગ પર ધ્યાન આપવું જોઈએ.
ભારતીય ઇક્વિટી માર્કેટમાં રિટેલ રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. ઓગસ્ટ 2026 માં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા રોકાણનો આંકડો ₹32,297 કરોડના નવા સીમાચિહ્ને પહોંચ્યો છે. આ આંકડો દર્શાવે છે કે માર્કેટમાં રહેલી વોલેટિલિટી વચ્ચે પણ રોકાણકારો લાંબા ગાળાના ગ્રોથ માટે આત્મવિશ્વાસ ધરાવે છે.
પોર્ટફોલિયો મેનેજમેન્ટ કેમ જરૂરી?
Union Asset Management Company ના CEO રાજકમલ તિવારીનું કહેવું છે કે રોકાણકારો ઘણીવાર છેલ્લા ત્રિમાસિક ગાળાના વળતરને જોઈને ચિંતામાં મુકાઈ જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટૂંકા ગાળાની વધઘટ એ માર્કેટ સાયકલનો ભાગ છે, કોઈ ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની નિષ્ફળતા નથી. કેટલીકવાર ફંડનો જે સ્ટાઈલ (Value, Growth) છે, તે અત્યારના માર્કેટ ટ્રેન્ડ સાથે મેચ ન થતું હોય, જેના કારણે વળતર ઓછું દેખાઈ શકે છે.
પોર્ટફોલિયો રિવ્યુ ક્યારે કરવો?
નિષ્ણાતોના મતે, માર્કેટના રોજિંદા ચઢાવ-ઉતારને જોયા વગર દર 3 થી 5 વર્ષે પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તમે એ તપાસી શકો છો કે ફંડ મેનેજર પોતાના લક્ષ્યાંક મુજબ કામ કરી રહ્યા છે કે નહીં અને ફંડે તેના બેન્ચમાર્કની સામે કેવું પ્રદર્શન કર્યું છે.
રિસ્ક મેનેજમેન્ટ અને રિબેલેન્સિંગ
જેમ જેમ તમારા નાણાકીય લક્ષ્યની તારીખ નજીક આવે, તેમ તેમ પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો અત્યંત જરૂરી છે. લાંબા ગાળા માટે સ્મોલ-કેપ કે મિડ-કેપ ફંડ્સ સારા છે, પણ જ્યારે લક્ષ્ય નજીક હોય ત્યારે જોખમ ઘટાડવા માટે રિબેલેન્સિંગ કરવું જોઈએ. અંતમાં, રોકાણની સફળતા તેની સાતત્યતા (Consistency) પર નિર્ભર કરે છે. શું ફંડ સતત બેન્ચમાર્કને બીટ કરી રહ્યું છે? શું ફંડ મેનેજરમાં વારંવાર ફેરફાર થાય છે? આ પ્રકારની બાબતો પર ધ્યાન આપીને તમારે તમારા પોર્ટફોલિયોને તમારા રિસ્ક એપિટાઇટ મુજબ રાખવો જોઈએ.
