ભારતનો GDP રેટ **7.8%** ની મજબૂત ગતિએ આગળ વધી રહ્યો છે, તેમ છતાં Consumption-themed મ્યુચ્યુઅલ ફંડ્સમાં **4.9%** જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રાહકોની બદલાતી આદતો અને ગ્રામીણ માંગમાં ઘટાડાને કારણે આ ફંડ્સ અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કરી શક્યા નથી.
ભારતીય અર્થતંત્ર હાલમાં તેજી પર છે અને નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં GDP આંકડો 7.8% રહ્યો છે, જે અપેક્ષા કરતા વધુ છે. પરંતુ, આ પોઝિટિવ માહોલ વચ્ચે Consumption-themed મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને નિરાશ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ કેટેગરીના ફંડ્સમાં સરેરાશ 4.9% જેટલું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.
અનલિસ્ટર બ્રાન્ડ્સ તરફ ગ્રાહકોનો ઝુકાવ
આ અન્ડરપરફોર્મન્સનું મુખ્ય કારણ ગ્રાહકોની ખરીદી કરવાની રીતમાં આવેલો બદલાવ છે. લોકો હવે મોટી લિસ્ટેડ કંપનીઓ છોડીને સ્થાનિક અને ઓર્ગેનિક બ્રાન્ડ્સ તરફ વળી રહ્યા છે. આમાંથી ઘણી કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ નથી, તેથી મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં રહેલી જૂની કંપનીઓને તેનો કોઈ ફાયદો મળતો નથી.
K-Shaped કન્ઝમ્પશનની અસર
બજારમાં હાલમાં 'K-Shaped' ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ અને લક્ઝરી જેવી પ્રીમિયમ પ્રોડક્ટ્સની માંગ મજબૂત છે, પરંતુ સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ (Mass-market) માં મંદી છે. મોટાભાગના Consumption ફંડ્સ મોટા પાયે આ માસ-માર્કેટ કંપનીઓમાં રોકાયેલા હોવાથી તેઓ પ્રીમિયમ સેગમેન્ટની તેજીનો લાભ ઉઠાવી શકતા નથી.
મોંઘવારી અને ગ્રામીણ માંગનો પડકાર
સતત વધતી મોંઘવારી અને ખોરાક-બળતણના ઊંચા ભાવને કારણે ગ્રામીણ વિસ્તારોમાં માંગ ઘટી છે. FMCG કંપનીઓ માટે ગ્રામીણ બજાર એક મોટો આધાર હોય છે, જે હાલમાં નબળું છે. આથી કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ વધ્યું છે. રોકાણકારોએ હવે એ જોવું રહ્યું કે ફંડ મેનેજરો આ બદલાતી પરિસ્થિતિમાં નવા સોર્સ કેવી રીતે શોધે છે.
