Lawrence Bishnoi ગેંગના ખાસ ગણાતા કરમવીર સિંહને કેનેડાથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતરતા જ પંજાબ પોલીસની AGTF એ તેની ધરપકડ કરી લીધી છે.
ગેંગસ્ટરના લોજિસ્ટિક્સ નેટવર્કનો પર્દાફાશ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કરમવીર સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેંગના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ Anmol Bishnoi માટે અમેરિકામાં લોજિસ્ટિક્સ, રહેવાની વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું કામ કરતો હતો. ઉત્તર અમેરિકામાં ગેંગના પગપેસારો કરવામાં આ વ્યક્તિ કેન્દ્રબિંદુ સમાન હતો.
કાયદાકીય મુશ્કેલીઓ અને ગુનાહિત ઇતિહાસ
કરમવીર સિંહ વિરુદ્ધ ભારતમાં અનેક ગંભીર કેસ દાખલ છે. હાલમાં તેની ધરપકડ Arms Act અને Passport Act હેઠળ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (Extortion) અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પંજાબ પોલીસની AGTF એ 3 સપ્ટેમ્બર, 2026 ના રોજ તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે પોલીસની મોટી સફળતા
આ ધરપકડ સંગઠિત ગુનાખોરી સામેના ભારતીય એજન્સીઓના અભિયાનમાં એક મોટી સફળતા ગણાય છે. અગાઉ મોલ્ડોવાથી અમૃતપાલ સિંહ (અતૃત ડાલમ) ના પ્રત્યાર્પણ બાદ, આ બીજી મોટી કાર્યવાહી છે. હવે તપાસ એજન્સીઓ તેના નેટવર્ક, ગેરકાયદેસર ફંડિંગ અને અન્ય હાઈ-પ્રોફાઈલ કેસોમાં તેની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.
