Income Tax Appellate Tribunal (ITAT) એ ઓનલાઈન ગેમિંગ ટેક્સ અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. હવે ટેક્સની ગણતરી ગ્રોસ ડિપોઝિટના બદલે માત્ર 'નેટ વિનિંગ્સ' પર થશે. જો કોઈ વપરાશકર્તાને નુકસાન થયું હોય, તો તેના વોલેટના વ્યવહાર પર ટેક્સ લાગશે નહીં.
ITAT Bangalore દ્વારા અપાયેલો આ ચુકાદો ઓનલાઈન ગેમિંગ સેક્ટર માટે મોટી રાહત સમાન છે. 'Arakere Channappa Vishwanath vs ITO' કેસમાં ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે ટેક્સ હંમેશા વાસ્તવિક આવક પર લાગવો જોઈએ, ન કે ગેમિંગ વોલેટમાં થતી રકમની હેરફેર પર.
શું હતો મામલો?
અગાઉના સમયમાં ટેક્સ વિભાગ ગ્રોસ ટર્નઓવર અથવા વોલેટમાં જમા થતી કુલ રકમને આવક ગણીને ટેક્સ માંગતું હતું. આ કેસમાં, ટેક્સ વિભાગે ₹2.33 કરોડ ની ગ્રોસ વિનિંગ્સ પર ટેક્સ માંગ્યો હતો, જ્યારે વાસ્તવમાં તે વ્યક્તિને ₹28 લાખ નું નુકસાન થયું હતું. ટ્રિબ્યુનલે આ અભિગમને ફગાવી દીધો છે.
'રિયલ ઈન્કમ' નો સિદ્ધાંત
ITAT એ નોંધ્યું કે ગેમિંગ પ્લેટફોર્મ પર રકમ આવવી અને જવી એ માત્ર વ્યવહાર છે, તે 'ઈન્કમ' નથી. ટેક્સ ત્યારે જ લાગે જ્યારે ખરેખર નફો (Realized Gain) થયો હોય. આ નિર્ણય ઈન્કમ ટેક્સ એક્ટની ભાવનાને અનુરૂપ છે.
રોકાણકારો અને ગેમર્સ માટે ચેતવણી
જોકે આ નિર્ણયથી રાહત મળી છે, પરંતુ ટેક્સ અધિકારીઓ સામે પોતાની સ્થિતિ સાબિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો રાખવા અનિવાર્ય છે. તમારે બેંક સ્ટેટમેન્ટ, ગેમિંગ પ્લેટફોર્મની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને ડિપોઝિટ-વિડ્રોઅલનો રેકોર્ડ રાખવો પડશે. જો તમારી પાસે સંપૂર્ણ પુરાવા નહીં હોય, તો ટેક્સ વિભાગ તમારી સામે કાર્યવાહી કરી શકે છે.
