દિલ્હી હાઈકોર્ટે સુપરટેકના મેનેજમેન્ટની સોહના સ્થિત 'Hill Town' રેસિડેન્શિયલ પ્રોજેક્ટના ક્રિમિનલ કેસને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. ફંડ ડાયવર્ઝન અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપોને પગલે હવે કંપનીએ ટ્રાયલનો સામનો કરવો પડશે.
દિલ્હી હાઈકોર્ટે સુપરટેક લિમિટેડના ચેરમેન રામ કિશોર અરોરા સહિતના મેનેજમેન્ટને મોટો ફટકો આપ્યો છે. જસ્ટિસ મધુ જૈને હરિયાણાના સોહનામાં આવેલા 'Hill Town' પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરવાની અરજી નામંજૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને ષડયંત્રના આક્ષેપોની ગંભીરતા જોતા, આ કેસમાં સંપૂર્ણ ટ્રાયલ થવી અનિવાર્ય છે.
શું છે સમગ્ર મામલો?
કોર્ટે અવલોકન કર્યું છે કે આ વિવાદ માત્ર ઘરના કબજામાં વિલંબ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં હોમબાયર્સ પાસેથી ઉઘરાવવામાં આવેલા ફંડના ગેરવહીવટના ગંભીર પ્રશ્નો જોડાયેલા છે. કોર્ટના મતે, આ માત્ર કરારનો ભંગ નથી, પરંતુ પ્રાઈમા ફેસી (prima facie) તપાસની જરૂર પડે તેવા સંજોગો છે.
સુપરટેક માટે આગળનો રસ્તો?
કંપની પહેલેથી જ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. અત્યારે NCLAT ના નિર્દેશ મુજબ સરકારી કંપની NBCC સુપરટેકના 16 જેટલા અટવાયેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવાનું કામ સંભાળી રહી છે. જોકે, નવા કાયદાકીય વમળને કારણે પ્રોજેક્ટ્સની ગતિ પર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. રોકાણકારો માટે હવે NCLAT ની આગામી સુનાવણી અને NBCC દ્વારા કન્સ્ટ્રક્શન રિપોર્ટ પર નજર રાખવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.
