Chhattisgarh High Court એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું છે કે, માત્ર પરિણીત હોવાના કારણે દીકરીઓને કમ્પેસનેટ ગ્રાઉન્ડ (Compassionate Appointment) પર મળતી સરકારી નોકરીથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે Chhattisgarh Rajya Gramin Bank ને નિર્દેશ આપ્યો છે કે તેઓ અરજદાર મહિલાઓની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરે.
બંધારણીય સમાનતાનો મુદ્દો
આ કેસમાં ચીફ જસ્ટિસ Ramesh Sinha અને જસ્ટિસ Ravindra Kumar Agrawal ની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, નોકરીમાં લિંગ-આધારિત ભેદભાવ ગેરબંધારણીય છે. કોર્ટે નોંધ્યું કે જ્યારે પરિણીત પુત્રોને આ પ્રકારની નિમણૂક માટે પાત્ર ગણવામાં આવે છે, તો પછી પરિણીત પુત્રીઓ સાથે આવો ભેદભાવ કરવો એ Article 14 અને Article 15 હેઠળ મળેલા સમાનતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ કેસ Sheena David અને Ankita Mishra નામની બે મહિલાઓ સાથે જોડાયેલો છે. તેમના પિતા ભૂતપૂર્વ બેંક કર્મચારી હતા. તેમના અવસાન બાદ જ્યારે આ મહિલાઓએ કમ્પેસનેટ નિમણૂક માટે અરજી કરી, ત્યારે બેંકે તેમના પરિણીત હોવાનું કારણ આગળ ધરીને અરજી નામંજૂર કરી હતી. કોર્ટે આ નીતિને તર્કહીન ગણાવી ફગાવી દીધી છે.
બેંકો અને સરકારી સંસ્થાઓ માટે ચેતવણી
આ ચુકાદો માત્ર Chhattisgarh Rajya Gramin Bank પૂરતો સીમિત નથી, પરંતુ દેશભરની તમામ Regional Rural Banks (RRB) અને સરકારી સંસ્થાઓ માટે એક દાખલો બેસાડે છે. કોર્ટે 90 દિવસમાં આ ચુકાદાનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. હવે જે સંસ્થાઓની આંતરિક નીતિઓમાં આવા ભેદભાવપૂર્ણ નિયમો છે, તેમને તેમના HR પોલિસીમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂર પડશે જેથી ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકાય.
