બજારમાં જ્યારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે, ત્યારે તાજેતરના IPOs રોકાણકારોને આકર્ષી રહ્યા છે. Zerodha ના Nithin Kamath એ આ વિરોધાભાસી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય ઇક્વિટી માર્કેટમાં અત્યારે એક અજીબ સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ સેકન્ડરી માર્કેટમાં રોકાણકારો શેરો વેચી રહ્યા છે, તો બીજી તરફ નવા IPOs માં લિક્વિડિટીનો ધોધ વહી રહ્યો છે. Zerodha ના CEO Nithin Kamath એ આ સ્થિતિને ઐતિહાસિક રીતે દુર્લભ ગણાવી છે.
આંકડા શું કહે છે?
ઓક્ટોબર 2025 થી સપ્ટેમ્બર 2026 વચ્ચે મુખ્ય બોર્ડ પર 125 કંપનીઓ લિસ્ટ થઈ હતી. ડેટા દર્શાવે છે કે આમાંથી 67.2% કંપનીઓ હાલમાં તેમના ઇશ્યૂ પ્રાઈસથી ઉપર ટ્રેડ કરી રહી છે. આ નવા લિસ્ટિંગ્સનો મીડિયન રિટર્ન 24.7% રહ્યો છે. આ આંકડા પાછલા વર્ષ (ઓક્ટોબર 2024 થી સપ્ટેમ્બર 2025) કરતા ઘણા સારા છે, જ્યારે 50% થી ઓછા IPOs ઇશ્યૂ પ્રાઈસની ઉપર હતા અને મીડિયન રિટર્ન નેગેટિવ 9.4% હતો.
શું આ સ્થિતિ ટકશે?
Nithin Kamath ના મતે, જ્યારે બજારમાં તેજી અને મંદી વચ્ચે મોટો ગેપ હોય, ત્યારે IPO સેગમેન્ટમાં 'ફ્રોથ' (અતિશય ગરમી) હોવાની શક્યતા રહે છે. જો માર્કેટ સેન્ટિમેન્ટ બેરિશ રહે તો આ નવા લિસ્ટિંગમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ કે ઘણીવાર IPOs ફંડામેન્ટલ્સને બદલે માત્ર સેન્ટિમેન્ટ પર આધારિત હોય છે.
