Reserve Bank of India (RBI) એ Tata Sons ની શેરબજારમાં લિસ્ટિંગ ન કરવાની અરજી ફગાવી દીધી છે. કંપનીને 'Upper Layer' NBFC ગણાવીને RBI એ લિસ્ટિંગ ફરજિયાત બનાવ્યું છે, જેના કારણે બોર્ડ અને Tata Trusts વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે.
RBI ના આદેશથી વધ્યું ટેન્શન
Reserve Bank of India (RBI) ના નવા નિયમો મુજબ, Tata Sons ને 'Upper Layer' NBFC તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ નિયમ હેઠળ કંપનીને 3 વર્ષની અંદર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવું ફરજિયાત છે. આ આદેશ બાદ ચેરમેન N Chandrasekaran ના નેતૃત્વ હેઠળનું પ્રોફેશનલ બોર્ડ અને 66% હિસ્સો ધરાવતું Tata Trusts સામસામે આવી ગયા છે.
વિવાદનું મૂળ શું છે?
જ્યાં બોર્ડ નિયમોના પાલન માટે IPO લાવવા માંગે છે, ત્યાં Tata Trusts કંપનીને પ્રાઈવેટ રાખીને તેની પરોપકારી મિશન અને કંટ્રોલ જાળવી રાખવા માંગે છે. આ આંતરિક સંઘર્ષમાં હવે કાનૂની ગૂંચવણો પણ વધી છે. Charity Commissioner દ્વારા Sir Ratan Tata Trust ના વોટિંગ રાઈટ્સ ફ્રીઝ કરવાના નિર્ણયે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.
રોકાણકારો માટે શું છે જોખમ?
Tata Sons એ TCS, Tata Motors અને Tata Steel જેવી મોટી કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. જો IPO આવે, તો તે ભારતીય બજાર માટે એક મોટો ઇવેન્ટ સાબિત થઈ શકે છે, પરંતુ હાલની સ્થિતિમાં રોકાણકારોએ સાવધ રહેવું જરૂરી છે. બોર્ડ અને ટ્રસ્ટ વચ્ચેના આંતરિક વિવાદો લાંબા ગાળે કંપનીના ગવર્નન્સ અને સ્ટ્રેટેજી પર અસર કરી શકે છે. હાલમાં સુપ્રીમ કોર્ટના વર્ષ 2021 ના Cyrus Mistry કેસના ચુકાદાને બંને પક્ષો પોતાના લાભ માટે ટાંકી રહ્યા છે, જે આગામી કાનૂની લડાઈના સંકેત આપે છે.
