અમેરિકાના Illinois માં એક ૧૯ વર્ષના યુવક Alexandros Paporakis ની હિન્દુ મંદિર પર માસ શૂટિંગના કાવતરા બદલ ધરપકડ કરવામાં આવી છે. શૂટરની બંદૂક જામ થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.
અમેરિકાના Illinois ના Palatine વિસ્તારમાં એક ૧૯ વર્ષના યુવક Alexandros Paporakis ની હિન્દુ મંદિર પર હુમલો કરવાના કાવતરામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ રિપોર્ટ મુજબ, આરોપીએ દક્ષિણ એશિયાઈ અને ભારતીય સમુદાયને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.
કેવી રીતે ટળી દુર્ઘટના?
આરોપી હુમલા માટે AR-સ્ટાઈલ રાઈફલ, બોડી આર્મર અને ભારે દારૂગોળા સાથે મંદિર પહોંચ્યો હતો. જોકે, તેની બંદૂક જામ (Technical Failure) થઈ જતાં તે હુમલો કરી શક્યો નહોતો. બંદૂક રિપેર કરવા માટે તે ઘરે પાછો ફર્યો ત્યારે એક પરિચિત વ્યક્તિને તેણે પોતાની યોજના વિશે જાણ કરી હતી, જેના આધારે Mount Prospect અને Palatine પોલીસ વિભાગે ત્વરિત કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.
ભારતીય સમુદાયમાં ચિંતા
નવરાત્રિ અને દુર્ગા પૂજાના પવિત્ર તહેવારો દરમિયાન બનેલી આ ઘટનાથી ઉત્તર અમેરિકાના ભારતીય ડાયસ્પોરામાં ચિંતાનો માહોલ છે. Chicago સ્થિત ભારતીય કોન્સ્યુલેટે સ્થાનિક પોલીસની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે. આ સાથે Hindu American Foundation અને Coalition of Hindus of North America જેવી સંસ્થાઓએ ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારવાની માંગ કરી છે.
આગળની તપાસ
આરોપી હાલ Cook County થર્ડ મ્યુનિસિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કસ્ટડીમાં છે અને તેની સામે ટેરરિસ્ટ થ્રેટ્સ સહિતના ગંભીર કેસ નોંધાયા છે. FBI હાલમાં આરોપીના ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન્સની તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે તે કોઈ મોટા એક્સ્ટ્રીમિસ્ટ નેટવર્ક સાથે જોડાયેલો છે કે નહીં.
