આવકમાં Growth અને AUMમાં વધારો
કંપનીના ગ્રોસ રિટન પ્રીમિયમ (GWP) માં 6.18% નો વધારો થયો છે અને તે ₹2,735.7 કરોડ પર પહોંચ્યો છે. આ સાથે, મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ (AUM) માં પણ 16.3% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે ₹22,922 કરોડ સુધી પહોંચી ગઈ છે.
સંપૂર્ણ નાણાકીય વર્ષ FY26 માટે, Go Digit નો GWP ₹11,294 કરોડ રહ્યો, જે પાછલા વર્ષના ₹10,282 કરોડ ની સરખામણીમાં વધારે છે. વર્ષ માટે કંપનીનો પ્રોફિટ બીફોર ટેક્સ (Profit Before Tax) પણ ₹425 કરોડ થી વધીને ₹632 કરોડ થયો છે.
ઓપરેશનલ અને ફાઈનાન્સિયલ હેલ્થ
IGAAP બેસિસ પર, Q4 FY26 માં કંપનીનો કમ્બાઇન્ડ રેશિયો (Combined Ratio) 111.6% રહ્યો, જે ગયા વર્ષના 111.3% કરતા નજીવો વધારે છે. જોકે, Ind AS એકાઉન્ટિંગ હેઠળ, આ રેશિયો 101.3% થી સુધરીને 99.1% થયો છે. કંપનીનો સોલ્વન્સી રેશિયો (Solvency Ratio) પણ 2.24 થી વધીને 2.42 થયો છે.
નેટવર્થ (Net Worth) વધીને ₹4,586 કરોડ (IGAAP) અને ₹7,610 કરોડ (Ind AS) થઈ છે. Ind AS ROE (Return on Equity) FY26 માટે 17.7% રહ્યો, જે FY25 માં 15.7% હતો. રોકાણ સંપત્તિમાંથી 7.2% નું વળતર મળ્યું છે.
રેગ્યુલેટરી ડેવલપમેન્ટ
આ સારા સમાચાર વચ્ચે, Go Digit ને ચેન્નઈ ટેક્સ ઓથોરિટીઝ તરફથી ₹155 કરોડ ની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની માંગ અને ₹15 કરોડ ના દંડની નોટિસ મળી છે.
શેરનું પરફોર્મન્સ
આ સમાચાર વચ્ચે, 28 એપ્રિલ ના રોજ Go Digit ના શેર 1.06% વધીને ₹316.50 પર બંધ થયા હતા.
