IPF એ આ પરિસ્થિતિને માત્ર કામચલાઉ ઉતાર-ચઢાવ નહીં, પરંતુ એક 'સ્ટ્રક્ચરલ ડિસરપ્શન' ગણાવ્યું છે. આના કારણે ક્ષેત્રના માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) પર ખર્ચ, સપ્લાય ચેઇન અને વર્કિંગ કેપિટલનું ભારે દબાણ આવી રહ્યું છે.
IPF ના પ્રેસિડેન્ટ અમિત કુમાર અગ્રવાલે જણાવ્યું કે, પ્લાસ્ટિક ફૂડ, હેલ્થકેર, પેકેજિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક આવશ્યક ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, સપ્લાયની અવિરતતા સુનિશ્ચિત કરવા અને વર્તમાન સંકટને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે પ્લાસ્ટિકને 'Essential Commodity' જાહેર કરવું ખૂબ જ જરૂરી છે.
જોકે, IPF એ પોલિમર ઉત્પાદનો પરના ડ્યુટી (Duty) માં તાજેતરમાં કરાયેલી ઘટાડાને આવકારી છે, તેઓ આ ડ્યુટી છૂટછાટને આગામી છ મહિના માટે લંબાવવાની પણ માંગ કરી રહ્યા છે. ફેડરેશન દ્વારા ડોમેસ્ટિક પેટ્રોકેમિકલ ઉત્પાદકોને પણ સ્થિર સપ્લાય જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. IPF ના ઓનરરી સેક્રેટરી સૌરભ ગારોડિયાએ પણ આ પડકારોનો સામનો કરવા માટે ઉદ્યોગની ચપળતા અને અનુકૂલનશીલ સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓના મહત્વ પર ભાર મૂક્યો.