ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની Cipla ના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો નિરાશાજનક રહ્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ અંદાજ કરતા ઘણો ઓછો આવ્યો છે અને વાર્ષિક ધોરણે પણ તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
નફામાં મોટો ગાબડું
કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹878 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે માર્કેટ એનાલિસ્ટ્સના ₹942 કરોડના અંદાજથી ઘણો પાછળ રહી ગયો છે. ગત વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો ₹1,351 કરોડ હતો, જે સ્પષ્ટ કરે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કંપની મુશ્કેલીમાં છે.
શું છે નફામાં ઘટાડાનું મુખ્ય કારણ?
આ નબળા દેખાવ પાછળનું મુખ્ય કારણ અમેરિકાનું માર્કેટ છે. ખાસ કરીને કેન્સરની દવા Revlimid ની ઘટતી માંગ અને તેના જેનરિક વર્ઝન સામે વધતી સ્પર્ધાએ કંપનીના માર્જિન પર દબાણ વધાર્યું છે. જ્યારે પણ કોઈ દવાની એક્સક્લુઝિવિટી પૂરી થાય છે, ત્યારે માર્જિન સામાન્ય થતા જાય છે, જેનો સીધો માર સિપ્લાના નફા પર પડ્યો છે.
અમેરિકન માર્કેટમાં પ્રાઈસિંગ વોર
માત્ર એક પ્રોડક્ટ નહીં, પરંતુ આખા US જેનરિક ફાર્મા સેક્ટરમાં હાલ પ્રાઈસિંગ પ્રેશર ખૂબ જ વધારે છે. સતત વધતી સ્પર્ધાને કારણે અગાઉના વર્ષો જેવો નફો જાળવી રાખવો હવે કંપની માટે પડકારજનક બની ગયો છે. જોકે, ભારતનું ડોમેસ્ટિક બિઝનેસ અને ક્રોનિક થેરાપી હજુ પણ કંપની માટે મજબૂત પિલર સાબિત થઈ રહ્યા છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય માર્કેટના નુકસાનની ભરપાઈ કરવા માટે પૂરતા નથી.
હવે રોકાણકારોની નજર મેનેજમેન્ટની આગામી વ્યૂહરચના પર રહેશે, ખાસ કરીને તેઓ કેવી રીતે પ્રોફિટ માર્જિનને કંટ્રોલ કરે છે અને ભારતમાંથી કેવા પ્રકારની ગ્રોથ સ્ટોરી રજૂ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
