અમેરિકામાં 30-વર્ષના મોર્ટગેજ રેટ ઉછળીને **6.71%** પર પહોંચ્યા છે, જે જુલાઈ 2025 પછીનો સૌથી ઉંચો આંકડો છે. વધતી જતી મોંઘવારી અને ટ્રેઝરી યીલ્ડના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર ભારતીય બજાર અને FII પ્રવાહ પર જોવા મળી શકે છે.
Freddie Mac ના લેટેસ્ટ ડેટા મુજબ, અમેરિકામાં 30-વર્ષના ફિક્સ્ડ મોર્ટગેજ રેટ વધીને 6.71% થયા છે. જે અગાઉના 6.66% ના સ્તરથી વધીને જુલાઈ 2025 પછીની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ સ્થિતિ અમેરિકન હાઉસિંગ સેક્ટર માટે મોટો પડકાર બની રહી છે.
યીલ્ડ અને મોંઘવારીનું દબાણ
સામાન્ય રીતે અમેરિકામાં મોર્ટગેજ રેટ 10-Year Treasury Yields ને અનુસરે છે. હાલમાં સતત મોંઘવારી અને ઈરાન સાથેની ભૌગોલિક તણાવની સ્થિતિને કારણે ક્રૂડ અને એનર્જીના ભાવ વધ્યા છે. પરિણામે, રોકાણકારો સરકારી ડેટ બોન્ડ્સ પર વધુ વળતરની માંગ કરી રહ્યા છે, જેની સીધી અસર બેંકોના ફંડિંગ ખર્ચ પર પડી છે.
ભારતીય રોકાણકારો માટે શું છે જોખમ?
અમેરિકામાં વ્યાજદર વધવાથી ડોલર મજબૂત બને છે, જે ઈમરજિંગ માર્કેટ્સ માટે જોખમી છે. FII (Foreign Institutional Investors) ભારત જેવા દેશોમાંથી મૂડી પાછી ખેંચીને અમેરિકાના સુરક્ષિત ગણાતા એસેટ્સમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, ભારતીય કંપનીઓ જેઓ વિદેશી દેવું ધરાવે છે, તેમના માટે પણ લોન લેવી મોંઘી બની શકે છે.
ફેડરલ રિઝર્વની નજર ડેટા પર
ફેડરલ રિઝર્વના ગવર્નર Christopher Waller એ સ્પષ્ટ કર્યું છે કે સપ્ટેમ્બરની આગામી પોલિસી મીટિંગનો નિર્ણય ઓગસ્ટના ફુગાવાના આંકડાઓ પર નિર્ભર રહેશે, જે 11 સપ્ટેમ્બર, 2026 ના રોજ જાહેર થશે. જો મોંઘવારી ધારણા કરતા વધારે આવશે, તો અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઉંચા રહેવાનું જોખમ વધી જશે.
