ભારતે **2030** ના નિર્ધારિત સમય પહેલા જ પેટ્રોલ સાથે **20%** ઈથેનોલ બ્લেন্ডિંગનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. આ મોટી સિદ્ધિ વચ્ચે હવે ફૂડ સિક્યોરિટી અને વધતી જતી મોંઘવારી અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ભારતે નિર્ધારિત સમય મર્યાદા પહેલા જ ઈથેનોલ બ્લન્ડિંગનું લક્ષ્ય સિદ્ધ કરીને ઉર્જા ક્ષેત્રે મોટું પગલું ભર્યું છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવાનો છે, પરંતુ તેની સામે હવે કૃષિ ક્ષેત્રમાં સપ્લાય અને મોંઘવારી જેવા પડકારો ઉભા થયા છે.
ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનું અંતર
ડેટા દર્શાવે છે કે ઈથેનોલ સપ્લાયમાં 38% ના દરે વાર્ષિક વૃદ્ધિ થઈ છે, જ્યારે તેની સામે શેરડીના ઉત્પાદનમાં માત્ર 5.1% અને ચોખાના ઉત્પાદનમાં 4.4% નો જ વધારો જોવા મળ્યો છે. આ અસંતુલન સૂચવે છે કે જેમ-જેમ ઈથેનોલની માગ વધશે, તેમ-તેમ ખાદ્ય ચીજવસ્તુઓ પર દબાણ વધતું જશે.
ફૂડ ઈન્ફ્લેશન અંગેની ચિંતા
શું ઈથેનોલના કારણે ખાંડ મોંઘી થઈ રહી છે? આ એક મોટો સવાલ છે. સરકારનું કહેવું છે કે ખાંડના ભાવમાં વધારો સીઝનલ માગ અને પાકને થયેલા નુકસાનને કારણે છે, પરંતુ બજારમાં તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ઈથેનોલ માટે શેરડીનો વપરાશ વધતા ખાદ્ય સુરક્ષા પર સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે.
મકાઈ પર સરકારનો નવો દાવ
સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે હવે શેરડી અને ચોખા પરની નિર્ભરતા ઘટાડીને મકાઈ (Maize) ના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ નીતિના ભાગરૂપે મકાઈ હેઠળનું વાવેતર ક્ષેત્ર વર્ષ 2022-23 ના 10.74 મિલિયન હેક્ટર થી વધીને 2025-26 માં 14.44 મિલિયન હેક્ટર પર પહોંચ્યું છે. હવે રોકાણકારો મકાઈના પાકના ઉત્પાદન અને તેના ભાવ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, કારણ કે આ પ્રોગ્રામની સફળતા હવે સીધી રીતે કૃષિ ઉત્પાદકતા સાથે જોડાયેલી છે.
