RBI ના ડિવિડન્ડથી સરકારને મોટી નાણાકીય રાહત
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સરકારને ₹2.87 લાખ કરોડ નું રેકોર્ડ ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આનાથી સરકારની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને દેવું ઘટાડવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં મદદ મળશે.
ડબલ એજ્ડ સ્વોર્ડ?
જોકે, બજારના નિષ્ણાતો આને 'ડબલ એજ્ડ સ્વોર્ડ' ગણાવી રહ્યા છે. એક તરફ, આનાથી દેશમાં ખર્ચ કરવાની ક્ષમતા વધશે, પરંતુ બીજી તરફ, જો સરકાર ખર્ચ વધારે છે અને તેલ જેવા આયાતી ખર્ચાઓ પહેલેથી જ વધી રહ્યા છે, તો RBI માટે મોંઘવારી પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. આ પરિબળો બજારમાં મોટા ઉતાર-ચઢાવ લાવી શકે છે.
