આવકવેરા વિભાગ દ્વારા **1 ઓક્ટોબર, 2026** થી પ્રોપર્ટી ખરીદદારો માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે NRI વિક્રેતાઓ પાસેથી પ્રોપર્ટી ખરીદતી વખતે TAN લેવાની જરૂર નહીં રહે, પરંતુ Form 141 મારફતે વિગતો આપવી ફરજિયાત બનશે.
શું છે આ મોટો ફેરફાર?
આવકવેરા વિભાગે પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિગત ખરીદદારો અને Hindu Undivided Families (HUF) માટે નિયમો સરળ બનાવ્યા છે. અત્યાર સુધી, અનિવાસી ભારતીય (Non-resident) પાસેથી પ્રોપર્ટી ખરીદતી વખતે ખરીદદારે Tax Deduction and Collection Account Number (TAN) લેવો પડતો હતો, જે એક જટિલ પ્રક્રિયા હતી. હવે તેને બદલીને Form 141 દાખલ કરવામાં આવ્યું છે, જેનાથી એકવાર પ્રોપર્ટી ખરીદનારા લોકો માટે અનુપાલન (Compliance) સરળ બનશે.
વધારાની વિગતો આપવી પડશે ફરજિયાત
ભલે પેપરવર્ક સરળ થયું હોય, પરંતુ સરકારની પારદર્શિતા વધારવા માટે હવે તમારે વિક્રેતા વિશે વધુ માહિતી આપવી પડશે. તેમાં NRI વિક્રેતાનું વિદેશી સરનામું, કોન્ટેક્ટ ડિટેલ્સ, Tax Residency Certificate અને તેમનો વિદેશી Tax Identification Number (TIN) આપવો અનિવાર્ય રહેશે. જો વિક્રેતા પાસે ભારતીય PAN નથી, તો આ વિગતો વધુ મહત્વની બની જાય છે.
ટેક્સના નિયમોમાં કોઈ રાહત નહીં
ખાસ નોંધવું કે આ માત્ર રિપોર્ટિંગ પદ્ધતિમાં ફેરફાર છે. ટેક્સના દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. NRI પાસેથી પ્રોપર્ટી લેતી વખતે કેપિટલ ગેઈન્સ (Capital Gains) મુજબ ટેક્સ કાપવો પડશે, જેમાં સરચાર્જ અને સેસ પણ સામેલ છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે, રેસિડન્ટ વિક્રેતાઓ માટે લાગુ પડતી ₹50 લાખની મર્યાદા અહીં લાગુ પડતી નથી.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- Form 132: TDS કાપ્યા બાદ 30 દિવસની અંદર વિક્રેતાને TDS સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે.
- મલ્ટિપલ ખરીદદારો: જો એકથી વધુ ખરીદદાર હોય, તો દરેક ખરીદદારે પોતાનું અલગ Form 141 ફાઈલ કરવું પડશે.
- સાવધાની: જો જરૂરી દસ્તાવેજો કે ટેક્સ આઈડેન્ટિફિકેશન આપવામાં ભૂલ થશે, તો ટેક્સ વધુ દરે કપાઈ શકે છે.
