France હવે ટેક કંપનીઓ પાસેથી વસૂલાતા દંડનો ઉપયોગ EU સભ્ય દેશોનું બજેટ યોગદાન ઘટાડવા માટે કરવા માંગે છે. 2028-2034 ના ફિસ્કલ પ્લાન વચ્ચે આ પ્રસ્તાવથી બિગ ટેક કંપનીઓ પર નિયમનકારી દબાણ વધી શકે છે.
France ના યુરોપ મિનિસ્ટર Benjamin Haddad દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ એ છે કે Antitrust પેનલ્ટીમાંથી આવતી રકમનો ઉપયોગ સભ્ય દેશોના ફરજિયાત ફાળો (mandatory contributions) ઘટાડવા માટે કરવો. આનાથી નેશનલ ગવર્મેન્ટ્સ પરનું આર્થિક દબાણ હળવું થઈ શકે છે.
બ્રસેલ્સમાં બજેટનું ગણિત
યુરોપિયન યુનિયન હાલમાં 2028-2034 ના €2 ટ્રિલિયન ના ફિસ્કલ ફ્રેમવર્ક પર ચર્ચા કરી રહ્યું છે, જે બ્લોકના કુલ આર્થિક ઉત્પાદનના 1.26% છે. આ પ્લાનમાં કોરોનાકાળના રિકવરી ફંડના દેવાની ચુકવણી માટે €168 અબજ ફાળવવામાં આવ્યા છે. ફાઈનમાંથી મળેલી રકમને સીધી રાહત તરીકે વાપરવાનો France નો આ પ્રયાસ ફિસ્કલ કન્ઝર્વેટિવ્સને પણ સાધી શકે તેમ છે.
Big Tech માટે વધશે મુશ્કેલી
Alphabet ની સબસિડિયરી Google છેલ્લા બે દાયકામાં યુરોપમાં લગભગ €10.38 અબજ નો દંડ ભરી ચૂકી છે. આ વર્ષે પણ કંપનીને €890 મિલિયન નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય, તો Antitrust એન્ફોર્સમેન્ટ માત્ર નિયમનકારી સાધન નહીં, પરંતુ એક ફિસ્કલ ટૂલ બની જશે. આનાથી યુરોપમાં કામ કરતી મોટી ટેક કંપનીઓ પરનું રેગ્યુલેટરી જોખમ વધુ સ્પષ્ટ અને ગંભીર બની શકે છે.
