FSSAI હવે ફૂડ બ્રાન્ડ્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર કડક નજર રાખી રહ્યું છે. સપ્લાય ચેઈન ઓડિટ અને લેબલિંગમાં પારદર્શિતા ફરજિયાત બનતા કંપનીઓનો કોમ્પ્લાયન્સ ખર્ચ વધી શકે છે, જેની સીધી અસર તેમના ઓપરેટિંગ માર્જિન પર પડી શકે છે.
સપ્લાય ચેઈન ઓડિટ પર હવે ખાસ ધ્યાન
Food Safety and Standards Authority of India (FSSAI) હવે માત્ર પ્રોડક્ટ ટેસ્ટિંગ સુધી સીમિત નહીં રહે, પરંતુ આખી સપ્લાય ચેઈનનું ઓડિટ કરશે. આ કડક વલણથી ફૂડ બ્રાન્ડ્સ અને ઝડપથી વિકસતા ક્વિક-કોમર્સ સેક્ટર પર મોટી અસર પડશે.
ક્વિક-કોમર્સ માટે વધારશે ટેકનોલોજીનો ખર્ચ
ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ હવે માત્ર મધ્યસ્થી તરીકે કામ નહીં કરી શકે. તેમને તેમના 'ડાર્ક સ્ટોર્સ' (Dark Stores) માં હાઈજીન સ્ટાન્ડર્ડ્સ જાળવવા અને સેલર વેરિફિકેશન પ્રક્રિયા કડક બનાવવી પડશે. કંપનીઓને બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ વિગતો અને એક્સપાયરી ડેટ જેવી માહિતી ડિજિટલી ડિસ્પ્લે કરવી પડશે. આ માટે ટેકનોલોજી અપગ્રેડ અને વારંવાર થતા ઓડિટના કારણે કંપનીઓના કેપિટલ સ્પેન્ડિંગમાં મોટો વધારો થઈ શકે છે.
પેકેજિંગ અને માર્કેટિંગમાં મોટા ફેરફાર
FSSAI એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને લઈને અત્યાર સુધીમાં 150 થી વધુ નોટિસ પાઠવી છે. હવે કંપનીઓએ તેમના પેકેટ પર ખાંડ, મીઠું કે ફેટનું પ્રમાણ દર્શાવતા 'રેડ માર્કર્સ' (Red Markers) લગાવવા પડી શકે છે. આના કારણે કંપનીઓને બ્રાન્ડિંગ અને પેકેજિંગ પાઇપલાઇનમાં ફેરફાર કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે, જે તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજીને ખોરવી શકે છે.
રોકાણકારો માટે શું છે જોખમ?
રોકાણકારો માટે સૌથી મોટી ચિંતા ઓપરેટિંગ માર્જિન પર દબાણની છે. વધતા જતાં કોમ્પ્લાયન્સ ખર્ચ અને સપ્લાય ચેઈન રિસ્ટ્રક્ચરિંગ આગામી ક્વાર્ટર્સમાં નફાકારકતાને અસર કરી શકે છે. જે કંપનીઓ પાસે પહેલેથી જ મજબૂત ઇન્ટરનલ ઓડિટ સિસ્ટમ છે, તેમને આ ફેરફારો અનુકૂળ કરવામાં સરળતા રહેશે.
આગામી સમયમાં ક્વોર્ટરલી રિઝલ્ટ્સ દરમિયાન કંપનીના મેનેજમેન્ટની કોમેન્ટ્રી પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને શું આ ખર્ચની સીધી અસર EBITDA માર્જિન પર પડે છે કે કેમ, તે જોવું સૌથી મહત્વનું રહેશે.
