Directorate General of Foreign Trade (DGFT) હવે દિલ્હીમાં એક નવું સેન્ટ્રલાઈઝ્ડ હબ શરૂ કરવા જઈ રહ્યું છે. આ સિસ્ટમથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટના કામો ઝડપી અને પેપરલેસ બનશે. ઓક્ટોબર ૨૦૨૬ ના બીજા પખવાડિયાથી આ નવી વ્યવસ્થા અમલમાં આવશે.
ભારત સરકારના Directorate General of Foreign Trade (DGFT) દ્વારા લેવાયેલો આ નિર્ણય ટ્રેડિંગ સેક્ટરમાં મોટું પરિવર્તન લાવશે. દિલ્હીમાં Central Processing Department (CPD) ની સ્થાપના સાથે, હવે ટ્રેડિંગ સાથે જોડાયેલી અરજીઓ માટે અલગ-અલગ ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.
ફેસલેસ સિસ્ટમ તરફ ડગલાં
હાલમાં વેપારીઓએ પોતાની ભૌગોલિક સ્થિતિ મુજબ વિવિધ પ્રાદેશિક DGFT ઓફિસો પર નિર્ભર રહેવું પડે છે. આને કારણે પ્રોસેસિંગ ટાઈમમાં વિસંગતતા જોવા મળે છે. હવે આ બધી જ મર્યાદાઓ દૂર કરીને એક 'Jurisdiction-free' મોડેલ લાગુ કરવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, મોટાભાગની રૂટિન અરજીઓ હવે ઓનલાઈન માધ્યમથી, કોઈપણ અધિકારીને મળ્યા વગર જ પ્રોસેસ થઈ જશે.
આ નવા પ્રોજેક્ટ માટે દિલ્હીમાં ૫૩ અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમાં જોઈન્ટ, ડેપ્યુટી અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સનો સમાવેશ થાય છે. આ ટીમ ડિજિટલ અરજીઓના પ્રવાહને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરશે, જેથી વેપારીઓને તેમના કામનો એક ચોક્કસ અને પ્રોડિક્ટેબલ ટાઈમલાઈન મળી રહે.
વેપાર જગત પર શું અસર થશે?
ફાર્મા, ટેક્સટાઈલ, એન્જિનિયરિંગ અને કેમિકલ જેવા ક્ષેત્રોની લિસ્ટેડ કંપનીઓ જેઓ સીમાપાર વેપાર પર નિર્ભર છે, તેમના માટે આ એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ઝડપી ડિજિટલાઈઝેશનથી વર્કિંગ કેપિટલનું મેનેજમેન્ટ સુધરશે અને નિકાસ-આયાતના સમયમાં આવતી અનિશ્ચિતતા ઘટશે.
જોખમો અને પડકારો
કોઈપણ મોટી સિસ્ટમમાં ફેરફાર કરતી વખતે શરૂઆતી તબક્કે ટેકનિકલ ખામીઓ કે સોફ્ટવેર ગ્લિચનું જોખમ રહેલું હોય છે. સાથે જ, 'ફેસલેસ' એટલે સંપૂર્ણ મુક્તિ એવું નથી. હાઈ-રિસ્ક એપ્લિકેશન્સ પર DGFT દ્વારા ફિલ્ટર્સ લગાવવાનું ચાલુ રહેશે અને જરૂરી જણાય ત્યાં મેન્યુઅલ ઓડિટ પણ કરવામાં આવશે. ઓક્ટોબરના રોલઆઉટ પછી આ સિસ્ટમ કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
