BRICS દેશોએ હવે 'Global Value Chains Action Plan 2026-2030' લોન્ચ કર્યો છે. આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિટિકલ મિનરલ્સની પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે વધારવાનો અને વૈશ્વિક ટ્રેડ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
નવી દિલ્હીમાં આયોજિત 18મી BRICS સમિટમાં સભ્ય દેશોએ સત્તાવાર રીતે 'નવી દિલ્હી ડિક્લેરેશન' અપનાવી છે. આ નિર્ણય ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઇનમાં મોટો બદલાવ લાવી શકે છે. હવે સભ્ય દેશો ફક્ત કાચો માલ નિકાસ કરવાને બદલે પોતાના દેશમાં જ તેનું રિફાઇનિંગ અને પ્રોસેસિંગ કરવા પર ભાર મૂકશે.
શું છે આ 2026-2030 એક્શન પ્લાન?
આ પ્લાનમાં 11 સભ્ય દેશો - બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને UAE ને એકસાથે લાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ ગ્રીન એનર્જી ટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ અને એડવાન્સ્ડ બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે જરૂરી કાચા માલનો પુરવઠો સુરક્ષિત કરવાનો છે.
રોકાણકારો માટે શું છે મહત્વ?
ભારતીય કંપનીઓ માટે આ નિર્ણય ખાસ કરીને ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EV) અને એનર્જી સેક્ટર સાથે જોડાયેલા શેરોમાં નવી તકો ઊભી કરી શકે છે. અત્યાર સુધી જે કંપનીઓ વિદેશી સપ્લાય પર નિર્ભર હતી, તેમને હવે વધુ સસ્તી અને સુરક્ષિત સપ્લાય ચેઇનનો લાભ મળી શકે છે.
વધુમાં, BRICS દેશો સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવા માટે પેમેન્ટ સિસ્ટમ લિંક કરવાનું વિચારી રહ્યા છે, જે કરન્સી વોલેટિલિટી સામે રક્ષણ આપશે. જોકે, 11 દેશોના અલગ-અલગ નિયમો અને આર્થિક માળખાને કારણે આ પ્લાન અમલમાં મૂકવો એક લાંબા ગાળાનો પડકાર સાબિત થઈ શકે છે. હવે માર્કેટની નજર આગામી સમયમાં દેશ-વાર જાહેર થનારા પોલિસી રોડમેપ પર રહેશે.
