સપ્ટેમ્બર ૨૦૨૬માં All India Consumer Price Index for Industrial Workers (AICPI-IW) વધીને **૧૫૫.૫** પર પહોંચ્યો છે. આ આંકડો ૧.૧૭ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા (DA) અને રાહત (DR) નક્કી કરવા માટે સૌથી મહત્વનો છે.
AICPI-IW ઇન્ડેક્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં આ આંકડો ૧૪૮.૬ હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં વધીને ૧૫૫.૫ થયો છે. માત્ર એક મહિનામાં જ તેમાં ૧.૧ પોઈન્ટનો વધારો નોંધાયો છે, જે આવનારા સમયમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારાનો સંકેત આપે છે.
વધારાનો આર્થિક બોજ
હાલમાં સરકાર ૬૩ ટકાના દરે મોંઘવારી ભથ્થું અને રાહત ચૂકવી રહી છે. આ લાભ ૪૮.૫ લાખ સક્રિય કર્મચારીઓ અને ૬૮.૭ લાખ પેન્શનધારકોને મળે છે. જુલાઈ ૨૦૨૬માં કરવામાં આવેલા વધારાથી સરકારી તિજોરી પર વાર્ષિક અંદાજે ₹૧૦,૦૧૬.૧૦ કરોડનો વધારાનો બોજ પડ્યો છે. હવે જાન્યુઆરી ૨૦૨૭ના નવા રાઉન્ડમાં આ ઇન્ડેક્સના ૧૨ મહિનાની સરેરાશના આધારે વધારાનો નિર્ણય લેવાશે.
શું HRA માં થશે વધારો?
ઘણા કર્મચારીઓને પ્રશ્ન છે કે શું આ વધારાથી હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) પણ વધશે? તો જવાબ છે ના. ૭th Central Pay Commission ના નિયમો મુજબ, HRA પહેલેથી જ તેની મહત્તમ મર્યાદા સુધી પહોંચી ગયું છે, તેથી ઇન્ડેક્સ વધવા છતાં HRA માં કોઈ આપોઆપ વધારો થશે નહીં. સરકાર મોંઘવારી અને નાણાકીય શિસ્ત વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસો કરી રહી છે.
