ITC ના શેરમાં તેજી ના કારણો
ITC Limited ના શેર ના ભાવ માં તાજેતર માં સુધારો જોવા મળ્યો છે. છેલ્લા બે અઠવાડિયા માં શેરમાં લગભગ 5.5% નો ઉછાળો આવ્યો છે, અને છેલ્લા એક મહિના માં પણ 5.44% ની વૃદ્ધિ નોંધાઈ છે.
આ વૃદ્ધિ પાછળ નું મુખ્ય કારણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) દ્વારા ITC માં તેમના રોકાણ માં વધારો છે. DIIs એ પાછલા ક્વાર્ટર માં 48.90% થી પોતાની ભાગીદારી વધારી ને 49.15% કરી દીધી છે. બીજી તરફ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FIIs) એ પોતાના હોલ્ડિંગ્સ ઘટાડ્યા છે, તેમની ભાગીદારી 36.11% થી ઘટી ને 34.83% થઈ ગઈ છે.
આ ઉપરાંત, ITC એ Sproutlife Foods, જે Yoga Bar જેવી લોકપ્રિય બ્રાન્ડ ધરાવે છે, તેમાં બહુમતી હિસ્સો ખરીદી ને ફૂડ સેક્ટર માં (Food Sector) પોતાની હાજરી મજબૂત બનાવી છે. આ પગલું કંપની ના ફૂડ બિઝનેસ માં વ્યૂહાત્મક વિસ્તરણ નો સંકેત આપે છે. જોકે, આ તાજેતર ના સુધારા છતાં, ITC નો છ મહિના અને એક વર્ષ નો દેખાવ હજુ પણ નકારાત્મક રહ્યો છે.
