ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAI એ Zepto અને Storia Foods સહિતની દિગ્ગજ કંપનીઓને નોટિસ ફટકારી છે. એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને લઈને આ તપાસ શરૂ કરવામાં આવી છે, જે ફૂડ-ટેક સેક્ટર માટે એક મોટો ફટકો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ હવે ક્વિક-કોમર્સ અને પેકેજ્ડ ફૂડ કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું છે. સંગઠને Zepto Marketplace, Storia Foods અને અન્ય કંપનીઓને પ્રોડક્ટ સેફ્ટી તથા માર્કેટિંગ પ્રેક્ટિસ અંગે સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે.
Zepto સામે શું છે આરોપ?
Zepto પર આરોપ છે કે તેમણે એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ બેસન જેવા પેકેટ્સની ડિલિવરી કરી હતી. હવે FSSAI એ કંપની પાસે તેમના સપ્લાય ચેઈન અને વેરહાઉસ મેનેજમેન્ટ પ્રોટોકોલનો સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. ક્વિક-કોમર્સ મોડલમાં ડાર્ક સ્ટોર્સમાં ક્વોલિટી કંટ્રોલ જાળવવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે.
અન્ય બ્રાન્ડ્સ પણ લપેટમાં
- Bakelite Food: 'Puneri Cream Roll' માં ડેરીના બદલે હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ્સનો ઉપયોગ કરવા બદલ તપાસ થઈ રહી છે.
- BMS Lifescience અને Healthyhey Foods: આ કંપનીઓ પર એક્સપાયર્ડ રજિસ્ટ્રેશન અને અધૂરી મેડિકલ સાબિતી સાથે હેલ્થ ક્લેમ કરવાના આરોપ છે.
- Storia Foods: તેમના દાડમના જ્યૂસના લેબલિંગમાં 'No Added Sugar' અને ફ્રૂટ કન્ટેન્ટ અંગે ગેરમાર્ગે દોરતી માહિતી હોવાની શંકા છે.
આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે આવનારા સમયમાં ડિજિટલ ગ્રોસરી સેક્ટરમાં નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. જો કંપનીઓ લેબલિંગ અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સમાં નિષ્ફળ જશે, તો દંડની સાથે બ્રાન્ડની પ્રતિષ્ઠાને પણ મોટું નુકસાન થઈ શકે છે.
