Polycab India ના શેર માં તેજીનું મુખ્ય કારણ?
Polycab India એ તાજેતરમાં તેના Q4 FY26 ના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે કંપનીના શેરના ભાવમાં લગભગ 5% નો વધારો જોવા મળ્યો છે.
નાણાકીય હાઈલાઈટ્સ: કમાણી અને નફામાં જબરદસ્ત વૃદ્ધિ
Motilal Oswal ના રિપોર્ટ મુજબ, કંપનીનો રેવન્યુ વાર્ષિક ધોરણે 27% વધીને ₹8,860 કરોડ પર પહોંચ્યો છે, જ્યારે EBITDA 13% વધીને ₹1,160 કરોડ નોંધાયો છે. આ વૃદ્ધિમાં કેબલ અને વાયર બિઝનેસનો ફાળો સૌથી મહત્વનો રહ્યો છે.
FMEG સેગમેન્ટમાં પણ ધમાકેદાર પ્રદર્શન
Fast-Moving Electrical Goods (FMEG) સેગમેન્ટમાં પણ 39% ની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને, સોલાર પ્રોડક્ટ્સ FMEG માં મુખ્ય વૃદ્ધિનું એન્જિન બન્યું છે. સરકારની પહેલ અને પંખા તથા લાઇટિંગ જેવા પ્રીમિયમ ઉત્પાદનોની વધતી માંગને કારણે આ સેગમેન્ટમાં ધમાલ મચી છે.
માર્કેટ શેર માં વધારો અને ભવિષ્ય ની યોજના
Polycab એ ઓર્ગેનાઇઝ્ડ માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. Nuvama એ જણાવ્યું કે કંપનીનો કેબલ અને વાયર બિઝનેસમાં માર્કેટ શેર FY25 ના 26-27% થી વધીને હવે લગભગ 30-31% થઈ ગયો છે. કંપની FY30 સુધીમાં એક્સપોર્ટમાંથી આવકમાં 10% નો ફાળો મેળવવાનું લક્ષ્ય પણ ધરાવે છે.
એનાલિસ્ટ્સ નો મત: 'Buy' રેટિંગ અને ઉંચા ટાર્ગેટ
Motilal Oswal, JM Financial અને Nuvama જેવા અગ્રણી બ્રોકરેજ હાઉસિસ આ શેર પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. તેમના દ્વારા અપાયેલા ટાર્ગેટ પ્રાઇસ – Motilal Oswal માટે ₹9,800, JM Financial માટે ₹9,700, અને Nuvama માટે ₹9,740 – સૂચવે છે કે આ શેરમાં લગભગ 15-16% સુધીનો અપસાઇડ જોવા મળી શકે છે.
