Angel One એ તેના યુઝર્સ માટે GIFT City દ્વારા સીધા જ US સ્ટોક્સ અને ETF માં ટ્રેડિંગ કરવાની સુવિધા શરૂ કરી છે. હવે રોકાણકારો એપ દ્વારા Apple અને Nvidia જેવી દિગ્ગજ કંપનીઓના ફ્રેક્શનલ શેર ખરીદી શકશે.
ગ્લોબલ માર્કેટમાં એન્ટ્રી
Angel One હવે ભારતીય રિટેલ રોકાણકારો માટે સીધા જ તેમના મોબાઈલ એપ્લિકેશન દ્વારા અમેરિકન સ્ટોક અને ETF માં ટ્રેડિંગ કરવાની નવી સુવિધા લઈને આવ્યું છે. આ સુવિધા GIFT City ના રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને IFSCA ની ગાઈડલાઈન હેઠળ આપવામાં આવી રહી છે.
ફ્રેક્શનલ શેરનો મોટો ફાયદો
આ પ્લેટફોર્મની સૌથી મોટી ખાસિયત 'ફ્રેક્શનલ શેર ઓનરશિપ' છે. આનો અર્થ એ કે હવે તમારે Apple, Microsoft, Amazon કે Nvidia જેવા મોંઘા શેર ખરીદવા માટે આખો શેર ખરીદવાની જરૂર નથી. તમે તેનો નાનો હિસ્સો પણ ખરીદી શકો છો. આ સુવિધા નવેમ્બરના મધ્ય સુધીમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.
ચાર્જ અને કમિશનનું માળખું
કંપનીએ 31 ડિસેમ્બર 2026 સુધી બ્રોકરેજ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. જોકે, 1 જાન્યુઆરી 2027 થી, ટ્રેડ દીઠ 0.1% અથવા ન્યૂનતમ $0.99 કમિશન લેવામાં આવશે. રોકાણકારોએ ધ્યાન રાખવું કે બ્રોકરેજ ભલે ફ્રી હોય, પરંતુ અન્ય રેગ્યુલેટરી ચાર્જિસ, GST અને બેંકના ફોરેન એક્સચેન્જ રેટ્સ લાગુ પડશે.
નિયમો અને સુરક્ષા
આ તમામ વ્યવહારો RBI ની Liberalised Remittance Scheme (LRS) હેઠળ કરવામાં આવશે. ફંડ ટ્રાન્સફર માટે કંપનીએ HDFC Bank, ICICI Bank, Axis Bank, Kotak Mahindra Bank અને IDFC First Bank સાથે જોડાણ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ રૂટ દ્વારા ખરીદેલ સિક્યોરિટીઝને $500,000 સુધીનું SIPC ઇન્સ્યોરન્સ કવર મળશે.
