ડિજિટલ લેન્ડર્સ ઘણીવાર છેતરપિંડીભરી રીતો અપનાવે છે જે તમને દેવાના ફાંદા અને ડેટા ચોરીમાં ફસાવી શકે છે. RBI ની અધિકૃત ડિજિટલ લેન્ડિંગ ડિરેક્ટરીનો ઉપયોગ કરો અને એપ્સની પરમિશન તપાસી લોન લેનાર અસલી છે કે નહીં તે નક્કી કરો.
ભારતમાં ડિજિટલ લેન્ડિંગનો વ્યાપ જેટલો ઝડપથી વધ્યો છે, તેટલું જ જોખમ પણ વધ્યું છે. ઘણી નકલી એપ્સ ગ્રાહકોને ઈન્સ્ટન્ટ કેશની લાલચ આપીને તેમની પાસેથી ડેટા અને વ્યાજના નામે લૂંટ ચલાવે છે.
RBI નું વેરિફિકેશન ટૂલ
આવી છેતરપિંડી રોકવા માટે, RBI એ ૧ જુલાઈ, 2025 ના રોજ ડિજિટલ લેન્ડિંગ એપ્સ (DLAs) ની એક ડેડિકેટેડ ડિરેક્ટરી જાહેર કરી છે. જો કોઈ લોન એપ આ સરકારી યાદીમાં ન હોય, તો સમજી લેવું કે તે જોખમી હોઈ શકે છે. કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેને આ ડિરેક્ટરીમાં તપાસવી અત્યંત આવશ્યક છે.
પરમિશન ચેક કરવામાં જ સમજદારી
લોન લેતી વખતે એપ તમારી પાસેથી કઈ પરમિશન માંગે છે તેના પર ધ્યાન આપો. અસલી લેન્ડર્સ ફક્ત જરૂરી માહિતી જ માંગે છે, પરંતુ ફ્રોડ એપ્સ તમારા કોન્ટેક્ટ લિસ્ટ, કોલ લોગ અને પર્સનલ ફોટાઓનો એક્સેસ માંગે છે, જેથી ભવિષ્યમાં તમને ધમકાવી શકાય.
છુપા ખર્ચાઓ (Hidden Costs) થી રહો સાવધાન
RBI ના નિયમ મુજબ, તમામ અધિકૃત લેન્ડર્સે વ્યાજ દર (APR) અને અન્ય ચાર્જિસ વિશે એક પેજનું સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપવું પડે છે. જ્યારે ફ્રોડ એપ્સ આ માહિતી છુપાવે છે. ભારતમાં ઘરેલું દેવું હાલમાં GDP ના 48% સુધી પહોંચ્યું છે, ત્યારે લોન લેતી વખતે લોનના શરતોને ધ્યાનથી વાંચવી અનિવાર્ય છે.
સરકારની કડકાઈ
MeitY દ્વારા IT એક્ટની કલમ 69A હેઠળ અનેક ફ્રોડ એપ્સને બ્લોક કરવામાં આવી રહી છે. જોકે, રોકાણકારો અને લોન લેનારાઓની સતર્કતા જ સૌથી મોટું સંરક્ષણ કવચ છે.
