State Bank of India હવે નાના વેપારીઓ માટે UPI હિસ્ટ્રીના આધારે લોન આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ પહેલથી GST વગરના નાના એકમોને પણ સરળતાથી લોન મળી શકશે, જેનાથી બેંકના લોન પોર્ટફોલિયોમાં વધારો થવાની શક્યતા છે.
UPI હિસ્ટ્રી બનશે લોનનો આધાર
State Bank of India ના એમડી અશ્વિની કુમાર તિવારીએ 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026'માં જાહેરાત કરી છે કે બેંક હવે ડિજિટલ લેન્ડિંગ ક્ષેત્રે મોટું વિસ્તરણ કરવા જઈ રહી છે. અત્યાર સુધી GST રજિસ્ટર્ડ વેપારીઓને બેંક 10 મિનિટમાં લોન આપે છે, જેમાં બેંકે છેલ્લા 18 મહિનામાં ₹1 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે.
શું છે બેંકનો નવો પ્લાન?
ઘણા નાના વેપારીઓ પાસે GST રજિસ્ટ્રેશન હોતું નથી, જેના કારણે તેઓ ફોર્મલ ક્રેડિટ સિસ્ટમથી દૂર રહે છે. હવે SBI તેમના UPI ટ્રાન્ઝેક્શનને બિઝનેસ સેલ્સના પ્રોક્સી તરીકે ઉપયોગ કરશે. ગ્રાહકોની સહમતિથી ટેલિકોમ ડેટા અને અન્ય ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને જોડીને 24 કલાકની અંદર લોન આપવાનું બેંકનું લક્ષ્ય છે.
રોકાણકારો માટે ચેતવણી અને તક
આ પગલું બેંકના લોન બુક માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, પરંતુ અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં લોન આપવાનું જોખમ પણ રહેલું છે. માર્કેટ એનાલિસ્ટ્સ હવે એ જોશે કે બેંક કઈ રીતે આ સેગમેન્ટમાં ડિફોલ્ટને અટકાવે છે અને વિવિધ થર્ડ-પાર્ટી એપ્સમાંથી આવતા ડેટાને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરે છે. આવનારા ક્વાર્ટરલી પરિણામોમાં MSME સેગમેન્ટની એસેટ ક્વોલિટી અને લોન ગ્રોથના આંકડા આ નવા પ્રોજેક્ટની સફળતા નક્કી કરશે.
