Reserve Bank of India (RBI) એ તમામ Account Aggregators માટે 31 ડિસેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ ઇન્ટરઓપરેબિલિટી ફરજિયાત બનાવી છે. આ ફેરફારથી ગ્રાહકો એક જ પ્લેટફોર્મ પરથી ગમે તે બેંક કે નાણાકીય સંસ્થાનો ડેટા જોઈ શકશે, જે લોન પ્રોસેસિંગને ઝડપી બનાવશે.
ડેટા શેરિંગમાં આવશે ક્રાંતિ
Reserve Bank of India (RBI) ના નવા આદેશ મુજબ, હવે તમામ Non-Banking Financial Company-Account Aggregators એ પરસ્પર જોડાયેલું (Interoperable) રહેવું પડશે. અત્યાર સુધી ગ્રાહકો મર્યાદિત હતા, કારણ કે તેમને ચોક્કસ બેંક સાથે જોડાયેલ એગ્રીગેટરનો જ ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ હવે, ગ્રાહક પોતાની પસંદગીના કોઈપણ એક એગ્રીગેટર પ્લેટફોર્મ પરથી પોતાની તમામ બેંકિંગ વિગતો એકસાથે જોઈ શકશે.
લોન લેનારાઓ માટે ફાયદો
આ પગલાથી Lending સેક્ટરમાં કાર્યક્ષમતામાં મોટો ઉછાળો આવશે. બેંકો અને NBFCs ને હવે લોન અરજદારની ક્રેડિટworthiness તપાસવા માટે લાંબી રાહ જોવી નહીં પડે. પ્રમાણિત નાણાકીય ડેટા ઝડપથી મળવાથી લોન મંજૂરી (Loan Approval) ની પ્રક્રિયા નોંધપાત્ર રીતે ટૂંકી થઈ જશે, જે ખાસ કરીને નાના વેપારીઓ અને સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રોકાણકારો માટે સિંગલ ડેશબોર્ડ
RBI ની આ યોજનામાં રોકાણકારોની સુવિધા માટે મહત્વનું પાસું ઉમેરવામાં આવ્યું છે. હવે બેંક ડિપોઝિટ ડેટાને પણ Consolidated Account Statement (CAS) માં સામેલ કરવામાં આવશે. આનાથી રોકાણકારો શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક બેલેન્સ - બધું જ એક જ ડેશબોર્ડ પર જોઈ શકશે.
સાયબર સુરક્ષાનું મહત્વ
આ સુવિધા જેટલી સરળ છે, તેટલી જ જવાબદારી પણ વધારી રહી છે. ડેટા કનેક્ટિવિટી વધવાથી સાયબર સિક્યોરિટી અને ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટનું મહત્વ અનેકગણું વધી ગયું છે. તમામ નાણાકીય સંસ્થાઓએ હવે પોતાની સિસ્ટમ્સને આ નવા યુનિફાઇડ નેટવર્ક સાથે સુરક્ષિત રીતે જોડવી પડશે.
