National Payments Corporation of India (NPCI) એ હવે તેની નવી સબસિડિયરી NPCI Tech Solutions Limited (NTSL) શરૂ કરી છે. આ કંપની ખાસ કરીને AI, બ્લોકચેન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરશે.
નવું ટેકનિકલ હબ NTSL
NPCI હવે ટેકનોલોજી ક્ષેત્રે પોતાની ક્ષમતા વધારવા જઈ રહ્યું છે. આ નવી સબસિડિયરી NTSL નો મુખ્ય ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને બ્લોકચેન જેવી ઉભરતી ટેકનોલોજીમાં રિસર્ચ અને ડેવલપમેન્ટને વેગ આપવાનો છે. NPCI ના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાલ કનવટી ને આ નવી કંપનીના MD અને CEO બનાવવામાં આવ્યા છે.
શું કામ કરશે NTSL?
આ કંપની eKYC Setu અને Unified Ticketing Platform જેવી મહત્વની સિસ્ટમ્સની જવાબદારી સંભાળશે. આ પ્લેટફોર્મ હાલમાં Bharat Connect દ્વારા ટ્રાન્ઝિટ અને મોન્યુમેન્ટ ટિકિટિંગ માટે ટેસ્ટિંગ હેઠળ છે. આ પહેલા પણ NPCI એ NPCI International Payments Limited અને NPCI Bharat BillPay Limited જેવી સ્પેશિયલાઇઝ્ડ કંપનીઓ બનાવી છે.
રોકાણકારો માટે ચેતવણી
માર્કેટમાં રહેલા રોકાણકારોએ એક વાત ખાસ નોંધવી જોઈએ કે NPCI અને તેની તમામ સબસિડિયરીઓ અનલિસ્ટડ (Unlisted) છે. તે RBI અને Indian Banks' Association હેઠળ કામ કરે છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ નથી. કોઈ પણ લિસ્ટેડ કંપની, જેમ કે Network People Services Technologies, સાથે તેને ગૂંચવવી નહીં, કારણ કે આ કંપનીઓનો NPCI સાથે કોઈ સીધો સંબંધ નથી.
