NABARD અને NaBFID એ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સંયુક્ત રીતે ફંડ કરવા માટે સમજૂતી કરી છે. આ ભાગીદારીથી સિંચાઈ અને કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રોમાં મૂડીની અછત દૂર થશે, જે ડેટ માર્કેટ (Debt Market) ના રોકાણકારો માટે નવા અવસર ખોલી શકે છે.
ગ્રામીણ ભારતમાં બદલાશે તસવીર
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) અને નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID) એ ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે હાથ મિલાવ્યા છે. બંને સરકારી સંસ્થાઓ હવે સાથે મળીને જોઈન્ટ ક્રેડિટ સ્ટ્રક્ચરિંગ અને ડેબ્ટ સિન્ડિકેશન પર કામ કરશે.
આ પ્રોજેક્ટ્સ પર રહેશે ફોકસ
ઘણા એવા ગ્રામીણ પ્રોજેક્ટ્સ છે જેમાં લાંબા સમયગાળાના રોકાણને કારણે ખાનગી બેંકો રસ લેતી નથી. આ ભાગીદારી હવે નીચેના ક્ષેત્રોમાં મૂડી રોકાણ વધારશે:
- કોલ્ડ-ચેઈન ફેસિલિટીઝ અને પોસ્ટ-હાર્વેસ્ટ સ્ટોરેજ
- સિંચાઈ પ્રોજેક્ટ્સ
- ગ્રામીણ રસ્તાઓનું જોડાણ
- રિન્યુએબલ એનર્જી (Compressed Biogas પ્રોજેક્ટ્સ સહિત)
ડેટ માર્કેટ માટે મહત્વના સંકેતો
સામાન્ય રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાંબા ગાળાના (Long gestation period) હોય છે, એટલે કે તેમાં વળતર મળતા ઘણા વર્ષો નીકળી જાય છે. NaBFID એ ડેટ સિક્યોરિટીઝના મોટા ઈશ્યુઅર હોવાથી, આ ભાગીદારીથી આગામી સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ માર્કેટ માં નવી લિક્વિડિટી અને વધુ વોલ્યુમ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ સંસ્થાઓનું રિસ્ક મેનેજમેન્ટ અને પ્રોજેક્ટની સફળતા ટ્રેક કરવી ખૂબ જરૂરી રહેશે.
