Fairfax Financial Holdings એ પોતાની ભારતીય કંપનીઓ Go Digit અને IIFL Capital Services ના હિસ્સાને IDBI Bank હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વ્યૂહરચના દ્વારા બેંકિંગ, ઈન્સ્યોરન્સ અને વેલ્થ મેનેજમેન્ટનું એક વિશાળ સંકુલ બનાવવાનો લક્ષ્ય છે, જે હાલમાં રેગ્યુલેટરી મંજૂરી પર નિર્ભર છે.
Fairfax Financial Holdings એ ભારતમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને ફરીથી ગોઠવવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેનેડિયન કંપનીએ પોતાની ઈન્સ્યોરન્સ કંપની Go Digit માં રહેલો 49% હિસ્સો અને બ્રોકરેજ ફર્મ IIFL Capital Services માં રહેલો 30.2% હિસ્સો IDBI Bank માં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મર્જરનો મુખ્ય હેતુ કોમર્શિયલ બેંકિંગની સાથે ઈન્સ્યોરન્સ અને વેલ્થ મેનેજમેન્ટ જેવી સેવાઓને એક જ છત્ર નીચે લાવીને એક મજબૂત ફાઈનાન્સિયલ પાવરહાઉસ બનાવવાનો છે.\n\nઆ સમગ્ર માળખાના સંચાલન માટે નવી લીડરશિપ ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં IDBI Bank ના CEO રાકેશ શર્મા ગ્રુપનું નેતૃત્વ કરશે. જ્યારે ICICI Prudential Life Insurance ના પૂર્વ MD એન.એસ. કન્નન ચેરમેન તરીકે અને CSB Bank ના પૂર્વ CEO સી.વી. રાજેન્દ્રન ઓપરેશન સંભાળશે. ઉલ્લેખનીય છે કે, Fairfax હાલમાં IIFL Capital Services માં પોતાનો હિસ્સો વધારીને 51% કરવા માટે ઓપન ઓફર પર પણ કામ કરી રહી છે.\n\nઆ સમગ્ર યોજનાની સફળતાનો મોટો આધાર હવે રેગ્યુલેટરી મંજૂરી પર છે. Reserve Bank of India અને અન્ય ઇન્સ્યોરન્સ ઓથોરિટીઝ આ પ્રકારના જટિલ માળખા, ક્રોસ-હોલ્ડિંગ અને સંભવિત 'કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ના નિયમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. IDBI Bank ની અગાઉની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા જે અંદાજે ₹52,878 કરોડ મૂલ્યની હતી, તેની સરખામણીમાં આ નવું મર્જર કેટલું સફળ રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.
